ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 27 વર્ષથી વંચિત સમુદાયના લોકો માટે અને ખાસ કરીને વંચિત સમુદાયના બાળકોને વિશેષ દરકાર, કાળજી રાખીને પ્રેમ આપવાનો નિઃસ્વાર્થ નમ્ર પ્રયાસ કરતું આવ્યું છે અને સતત કાર્ય કરતું રહેલ છે.
ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા વર્ષોથી ગાંધીનગરના શિક્ષણને જીવન ઘડતરનો અમૂલ્ય હિસ્સો માનીને બાળકોને અભ્યાસમાં મદદરૂપ થવા સારું વર્ષભરની જરૂરિયાત પૂરી થાય તેટલી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે. ગત વર્ષની જેમ જ ઉદગમ દ્વારા ગાર્ડનર ડેનવરના CSR અંતર્ગત અમદવાદના સરદારનગર અંગ્રેજી-હિન્દી શાળાના 1000થી વધુ વંચિત વિદ્યાર્થીઓને નોટબુક અને શાળાને રમતગમતના સાધનોની કીટ વિતરણના કાર્યક્રમનું આયોજન કરેલ હતું.
કાર્યક્રમની શરૂઆતમાં ઉદગમના શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો. મયુર જોષીએ સ્વાગત પ્રવચનમાં મહાનુભાવને આવકારીને ઉદગમ ટ્રસ્ટ દ્વારાના કાર્યોની માહિતી આપતા વિશેષ વિવિધ સરકારી શાળાઓમાં બાળકોના સર્વાંગી વિકાસ, માનસિક અને શારીરિક વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીને કરવામાં આવતા શૈક્ષણિક કાર્યોની અને વર્ષ 2016થી ઇન્ગરસોલ રેન્ડના સહયોગથી કરવામાં આવતા કાર્યોની માહિતી આપી હતી .
કાર્યક્રમના મુખ્ય મેહમાન પદે પધારેલ અમદાવાદ સ્કૂલ બોર્ડના ચેરમેન ડો. સુજય મેહતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શિક્ષણને પાયાની જરૂરીયાત માનીને ખુબ કામ કરવામાં આવી રહ્યું છે સાથોસાથ અમદાવાદ ક્રોપોરેશનની વિવિધ શાળાઓમાં તેમના દ્વારા કરવામાં આવતી કામગીરી વિષે જણાવીને બાળકોને નિયંતિ આવીને પોષણક્ષમ આહાર લઈને રમતગમત દ્વારા સ્વવિકાસ કરવા કહ્યું હતું જરૂરીયાતમંદ બાળકોને શૈક્ષણિક સામગ્રી અને રમતગમતના સાધનોની સહાય બદલ ઉદગમ અને ગાર્ડનર ડેનવર અને ઈંગરસોલ રેન્ડના કાર્યોની સરાહના કરી હતી. અતિથિવિશેષ ગાંધીનગરના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જશવંતભાઈ પટેલે ઉદગમના સેવાકાર્યોને બિરદાવતા બાળકોને પાણી અને વીજળી બચાવવા, વૃક્ષ ઉછેર અને પર્યાવરણ સરંક્ષણ અને સ્વછતા જાળવવા અપીલ કરી હતી
સર્વે મહાનુભાવોના હસ્તે શાળાના વંચિત બાળકોને અભ્યાસ સારું ફુલ સ્કેપ ચોપડા અને પેન્સિલ, રબર, ફુટપટ્ટી અને રમતગમતના સાધનોની કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત મહેમાનોમાં સરદારનગર વોર્ડના નગરસેવક કંચનબેન પંજવાણી, ઈંગરસોલ રેન્ડના વિશ્વાસ દેસમુખ, મહાદેવ પટેલ, આરતી જહાં, સમગ્ર કસર ટીમ તથા ઉદગમ ટ્રસ્ટના કીર્તિભાઇ જોશી, પરમજિતકૌર છાબડા, મનોજભાઈ જોશી,જયપ્રાકષભાઈ ભટ્ટ, પારૂલબેન મેહતા, મનીષ ભારદ્વાજ, મનીષાબેન ત્રિપાઠી, કુસુમબેન જોશી, રાકેશભાઈ પટેલ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા માટે ખુબ જહેમત ઉઠાવી હતી.શાળાના આચાર્ય કુણાલ ગુપ્તાએ પધારેલ મહાનુભાવો અને દાતાઓનો આભાર માન્યો હતો.