સુરતમાં પાંચ કરોડ રૂપિયાની લૂંટનો મામલો પોલીસે ગણતરીના કલાકોમાંઉકેલી નાખ્યો છે. તેણે પાંચ લૂંટારુઓને વલસાડ જિલ્લામાંથી ઝડપ્યા છે. વલસાડ એલસીબી અને એસઓજી પોલીસની કાર્યાહી કરવામાં આવી છે.
સુરતમાં પાંચ કરોડ રૂપિયાની લૂંટનો મામલો પોલીસે ગણતરીના કલાકોમાંઉકેલી નાખ્યો છે. તેણે પાંચ લૂંટારુઓને વલસાડ જિલ્લામાંથી ઝડપ્યા છે. વલસાડ એલસીબી અને એસઓજી પોલીસની કાર્યાહી કરવામાં આવી છે. પારડી-પલસાણા નજીકથી બે આરોપી ઝડપવામાં આવ્યા છે. બાકીના ત્રણ આરોપીઓ ભિલાડ નજીકથી ઝડપાયા છે. લૂંટનો કરોડોના મુદ્દામાલ પણ મળ્યો છે. લૂંટ થયાના ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લેવાયા છે. આમ આરોપીઓ લૂંટનો માલ ઠેકાણે પાડે તે પહેલા પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે. તેના લીધે તેઓને લૂંટના માલનો નિકાલ કરવામાં નિષ્ફળતા મળી છે.
સુરતમાં વેપારી સાથે રૂ.5 કરોડની લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી નવયુગ સોસાયટી પાસે પરિવાર સાથે રહેતા હરીશભાઈ નામના શખ્સે કાળા નાણાને સફેદમાં ફેરવવાની કોશિશ કરતા લૂંટ થઈ હતી. હરીશભાઈ પાસે છેલ્લા છ મહિનાથી પાંચ કરોડ કાળા નાણા પડ્યા હતા અને આ નાણાંને સફેદ કરવા માટે તે સફેદ નાણાની આરટીજીએસ એન્ટ્રી માટે જુદા જુદા લોકોનો સંપર્ક કરતા હતા. ત્યારબાદ થોડા દિવસો પહેલા તે મુંબઈના કેટલાક લોકોના સંપર્કમાં આવ્યો હતો અને બંનેએ 5 કરોડની રોકડના બદલામાં રૂ.5 કરોડમાં આરટીજીએસ એન્ટ્રીનો સોદો કર્યો હતો. આ સોદામાં વચેટિયા તરીકે શ્રીકાંત નામના વ્યક્તિની ભૂમિકા હોવાનું બહાર આવ્યું હતું. મુંબઈથી લોકો હરીશભાઈ પાસે પહોંચ્યા હતા અને તેમની પાસેથી રોકડ રકમ લઈને તેમની ઈનોવા કારમાં રાખી હતી. લૂંટારૂ એટલો હોશિયાર હતો કે તેણે આ તમામ રકમ સીસીટીવી કેમેરામાં કેદ ન થાય તે માટે હરીશભાઈના ઘર પાસેના રોડ પર તેની ઈનોવા કારમાં રાખી હતી. ત્યારબાદ હરીશભાઈ ઈનોવા કાર અને પૈસા લઈને ફરાર થઈ ગયા હતા.