અફઘાનિસ્તાન માં થી સાત ભારતીય નોકરિયાત લોકો જે આર પી જી ગ્રુપ ઓફ કંપનીઝ માં કામ કરતા હતા તેઓ ને તાલિબાની બંધુક ધારીઓ દ્વારા આગવા કરાયા હોવા નું સામે આવ્યું છે. આ બાબતે ભારતીય ફોરેન મિનિસ્ટ્રી સતત અફઘાનિસ્તાન મિનિસ્ટ્રી ના સંપર્ક માં છે.
લોકલ મીડિયા તરફ થી મળતાં અહેવાલ મુંજબ તાલિબાની બંદૂકધારીઓ દ્વારા તેઓ ને સરકારી કર્મચારી ગણીને આગવા કરવા માં આવ્યા હતા. આ ઘટના અફઘાનિસ્તાન ના ઉત્તર બાઘલાન પ્રાંત માં બની હતી. જે સાત લોકોને આગવા કરાયા હતા તેઓ વ્યવસાયે ઇલેક્ટ્રિકલ એન્જીનીયર છે.
આ ઘટના માટે સ્થળ ના ગવર્નર અબ્દુલહાઇ નેમાતી એ તાલિબાની ગ્રુપ નો હાથ હોવાની વાતની પૂરતી કરી હતી અને તેમને આશંકા વ્યક્ત કરી હતી કે બંધકો ને પુલ – એ – ખુમારી શહેર ના દંડ – એ – શાહબુદ્દીન વિસ્તાર માં રાખ્યા હોવા જોઈએ, તે ઉપરાંત હર્ષ ગોએન્કા, ચેરમેન ઓફ RPG એન્ટરપ્રાઇસ ( Parent company of KEC ) તરફ થી શુષમા સ્વરાજને તેના સ્ટાફ ની મુક્તિ માટે મદદની અરજી પણ કરવા માં આવી છે.