મોરબીમાં નવા બની રહેલા ઓવરબ્રિજની ચકાસણી દરમિયાન ક્ષતિ જોવા મળી છે. ઓવરબ્રિજ ચકાસણી દરમિયાન આ વાત બહાર આવતા ચકચાર મચી ગઈ છે. આમ આ બ્રિજ બનાવનારા રણજિત બિલ્ડકોનનું પાપ મોરબીમાં પ્રકાશ્યું છે.
મોરબીમાં નવા બની રહેલા ઓવરબ્રિજની ચકાસણી દરમિયાન ક્ષતિ જોવા મળી છે. ઓવરબ્રિજ ચકાસણી દરમિયાન આ વાત બહાર આવતા ચકચાર મચી રહી છે. આમ આ બ્રિજ બનાવનારા રણજિત બિલ્ડકોનનું પાપ મોરબીમાં પ્રકાશ્યું છે. નવા બની રહેલા ઓવરબ્રિજમાં પિલરનો ભાગ નમી ગયો છે. તેના પગલે પિલરનો ભાગ પાડીને નવો બનાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટરને પિલરનો ભાગ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
મોરબીમાં નટરાજ ફાટક ઓવર બ્રિજનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે નવા ઓવરબ્રિજમાં એક પિલરનો ઉપરનો ભાગ સરકી ગયો હતો. જો કે, બેદરકારીભર્યું નુકસાન ધ્યાને આવતાં જ માર્ગ અને મકાન વિભાગે કોન્ટ્રાક્ટરને આ ભાગ તોડીને ફરીથી કામ કરવા આદેશ કર્યો હતો. જોકે, માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાએ જણાવ્યું હતું કે, અમારા ઇન્સ્પેક્શન દરમિયાન સ્થળ નંબરના થાંભલાની ઉપરની બાજુની ગોઠવણી ખરાબ હોવાનું જણાયું હતું. આથી કોન્ટ્રાક્ટરને આ ભાગ દૂર કરીને ફરીથી કેપ કાસ્ટિંગ કરવા આદેશ આપવામાં આવ્યો છે.