રાજકોટ શહેરમાં આજે વિખ્યાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એથલેટિક ગ્રાઉન્ડમાં દેશી દારૂની ભઠ્ઠી રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસની નજીક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
શિક્ષણ સંસ્થામાં જ નશાના કાળો કારોબાર થઈ રહ્યું હોવાની બાતમીના આધારે એથલેટિક ગ્રાઉન્ડ પાસે દારૂની ભઠ્ઠી હોવાનું જાણી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે તેમજ એક બૂટલેગરની ધરપકડ કરી છે. દારૂબંધીના દાવા દરરોજ પોકળ થતા રહ્યાં છે. આજનો યુવા દારૂ, ચરસ, ગાંજા વગેરે માદક પદાર્થોના નશાના રવાડે ચડી પોતાની અને પરિવારની જીંદગી જોખમમાં મૂકી દે છે. યુનિવર્સિટી એટલે બારમું ધોરણ પાસ કર્યા બાદ સ્નાતક અને અનુસ્નાતકની પદવી મેળવી જીવનમાં ઊંચાઈઓ પ્રાપ્ત કરવાની સંસ્થામાં જ જો આજનો યુવા સરેઆમ નશાના ચુંગાલમાં ફસાઈ જાય છે ત્યારે શિક્ષણ સંસ્થા કેવી રીતે આંખ આડા કાન કરે છે તે મોટો સવાલ ઊભો થયો છે. રાજકોટ શહેરમાં આજે વિખ્યાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એથલેટિક ગ્રાઉન્ડમાં દેશી દારૂની ભઠ્ઠી છે તેવી બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચ સતર્ક થઈ ગઈ હતી અને કેમ્પસમાં આવેલી એક ઓરડીમાં દરોડા પાડતાં ૩૨ લિટર દારૂ, ૨૪૦ લિટર આથો મળી આવતા શિક્ષણ સંસ્થામાં ખળભળાટ મચવા પામ્યો છે.