કચ્છ : નશાકારક દવાઓ ગણાતી, ફિટનેસ માટે અને લાંબો સમય સુધી ઊંઘ ન આવે તે માટે થાય છે દવાનો ઉપયોગ કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી કસ્ટમ વિભાગ દ્વારા ચાર કન્ટેનરમાં ભરેલો પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો જપ્ત કર્યો છે. જેની બજાર કિંમત 110 કરોડ રૂપિયા થવા જાય છે. પ્રતિબંધિત દવાનો આ જથ્થો સાઉથ આફ્રિકામાં મોકલવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે.
કસ્ટમ વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.રાજકોટના મર્ચન્ટ એક્સપોર્ટર દ્વારા જુલાઈ મહિનાના અંતમાં સાત કન્ટેનરો સાઉથ આફ્રિકા માટે નિકાસ કર્યા હતા. જોકે મુન્દ્રા કસ્ટમના સ્પેશિયલ ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓને માહિતી મળી જતા ત્રણ કન્ટેનરો જપ્ત કર્યા હતા. જેમાં 100 કરોડની પ્રતિબંધિત ટેબલેટો મળી આવી હતી આ કેસની તપાસ ચાલુ રાખવામાં આવતા કસ્ટમને એવી માહિતી મળી હતી કે, અગાઉ ચાર કન્ટેનરો સાઉથ આફ્રિકામાં દરિયાઈ માર્ગે જવા માટે નીકળી ગયા છે કસ્ટમ વિભાગે સાઉથ આફ્રિકાના પોર્ટનો સંપર્ક કરીને ચાર કન્ટેનરો પરત મોકલવા લેખિતમાં જાણ કરી હતી. આ ચાર કન્ટેનરો મુન્દ્રા કસ્ટમમાં પરત આવતા કસ્ટમ વિભાગે ચાર કન્ટેનરમાંથી પ્રતિબંધિત દવાઓ જપ્ત કરી છે. જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત 110 કરોડ થવા માટે જાય છે. અત્યાર સુધીમાં અંદાજે 210 કરોડની પ્રતિબંધિત દવાઓ કસ્ટમ વિભાગે જપ્ત કરી છે.