અમદાવાદ: શહેરના પોશ વિસ્તારમાંનો એક બોપલના શેલાનાં વ્રજ ગાર્ડન સોસાયટીના ગેટ પાસે કાર ચાલકની અમદાવાદ શહેરમાં આજે બોપલ વિસ્તારના શેલામાં ૪ વર્ષના બાળકનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે. કારચાલકની બેદરકારીના કારણે બાળક કાર નીચે કચડાઈ જતા બાળકનું ઘટનાસ્થળે મોત થયું છે. કારચાલક હાલ ફરાર થયો છે. બોપલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મોટર વેહિકલ એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા અંદર પૂર ઝડપે ગાડી ચલાવવા, જીંદગી જાેખમમાં મૂકવી સહિતની કલમોને આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ શહેરમાં બોપલમાં કરૂણ ઘટનાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના પોશ વિસ્તારમાંનો એક બોપલના શેલાનાં વ્રજ ગાર્ડન સોસાયટીના ગેટ પાસે કાર ચાલકની ગફલતના કારણે ૪ વર્ષના માસૂમનો ભોગ લેવાયો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ કાર ચાલક યુ ટર્ન મારવા ગયો અને બાળકનું પ્રાણ પંખેરું ઉડ્યું હોવાની કમકમાટીભરી ઘટનાથી પરિવારમાં માતમ છવાયો છે. કાર નીચે બાળક કચડાઈ જતાં બાળકને સારવાર આપવા ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, બાદમાં બીજી હોસ્પિટલમાં ખસેડાો હતો, ત્યારે સારવાર દરમિયાન વિકાસ નામના ૪ વર્ષનાં બાળકનું મોત નિપજ્યું છે, કાર ચાલક ફરાર થઈ ગયો છે. શેલામાં મૃતક બાળકના પિતા અને દાદા રિનોવેશન માટે આવ્યા હતાં.
ગોવા ખાતે આયોજિત IFFI 2024ની ફિલ્મ વીર સાવકરના સ્ક્રીનિંગથી શરૂઆત
નવી દિલ્હી: તાજેતરમાં ગોવા ખાતે આયોજિત 55મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) 2024માં ઐતિહાસિક ડ્રામા ફિલ્મ 'સ્વતંત્ર વીર સાવરકર'ના...
Read more