મહીસાગર : રાજ્યમાં આ વર્ષે વધારે ધોધમાર વરસાદ પડી રહયો છે. રાજ્યભરમાં વરસાદના લીધે મોટાભાગના ડેમોમાં પાણી આવક વધી છે. ત્યારે કડાણા ડેમના 21 દરવાજા ખોલીને મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના નદી મહીસાગર નહી બે કાંઠે વહેતી જોવા મળી છે.
મળતી માહિતી અનુસાર ગત રાત્રે 3 લાખ ક્યુસેક વધુ પાણી છોડવામાં આવ્યું હોવાથી આસપાસના વિસ્તારમાં નદી કાંઠે આવેલા 5 જિલ્લાના 235 ગામોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતી હોવાથી તંત્રને કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવાની ફરજ પડી છે. હાલમાં ડેમનું લેવલ 417.5 ઇંચ પહોંચ્યું છે. જેથી ખેડા વડોદરાનો જોડતો ગળતેશ્વર-ડેસર બ્રિજ પણ બંધ કરવાની ફરજ પડી છે.
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે (11મી સપ્ટેમ્બર) સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 54 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ધાનેરામાં 3.23 ઈંચ, ધનસુરામાં 1.57 ઈંચ, મહેસાણામાં 1.42 ઈંચ, શહેરા, વાલિયા અને મોરવા માં 1.18 ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (11મી સપ્ટેમ્બર) અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે.