હૈદરાબાદમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં જ્યુબિલી હિલ્સ ખાતેથી દારુવાળી આઈસ્ક્રીમનો જથ્થો ઝડપાયો છે. આઈસ્ક્રીમમાં ડ્રગ્સ હોવાની માહિતી મળતાં જ અધિકારીઓની એક ટીમ દરોડો પાડવા સ્થળ પર પહોંચી અને સ્થળ પરથી વ્હિસ્કી આઈસ્ક્રીમના 23 બોક્સ જપ્ત કરવામાં આવ્યાં હતા.
મોટા ભાગે દરેક ઉંમર અને વર્ગના લોકો આઈસ્ક્રીમ ખાવાનું પસંદ કરે છે, પરંતુ બાળકોને તે ખૂબ જ ગમે છે. આવી સ્થિતિમાં, તેલંગાણાના હૈદરાબાદની જ્યુબિલી હિલ્સમાંથી તેમના સ્વાસ્થ્ય સાથે રમત કરનારાઓના સમાચાર સામે આવ્યા છે, જ્યાં દારૂ (વ્હિસ્કી) ભેળવીને આઈસ્ક્રીમ બનાવવામાં આવી રહ્યો હતો. હવે આ રીતે આઈસ્ક્રીમ કેમ બનાવવામાં આવી રહ્યો હતો? દરેક જણ આ પ્રશ્નનો જવાબ શોધી રહ્યા છે, બાળકોને આવા આઈસ્ક્રીમ ખવડાવીને, શું તેઓ બધા તેમને ડ્રગ્સના વ્યસની બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા? આ તપાસનો વિષય છે. હાલમાં આ આઈસ્ક્રીમના મહત્તમ વેચાણ માટે ફેસબુક પર પ્રમોશન પણ કરવામાં આવી રહ્યું છે. જેઓએ તેને ખરીદ્યું હતું તેઓને ખ્યાલ ન હતો કે આઈસ્ક્રીમમાં વ્હિસ્કી ભેળવવામાં આવે છે. આ વાતથી અજાણ લોકો નાના બાળકોને પણ આ આઈસ્ક્રીમ ખવડાવતા હતા.
આઈસ્ક્રીમમાં ડ્રગ્સ હોવાની માહિતી મળતાં જ અધિકારીઓની એક ટીમ દરોડો પાડવા સ્થળ પર પહોંચી અને સ્થળ પરથી વ્હિસ્કી આઈસ્ક્રીમના 23 બોક્સ જપ્ત કરવામાં આવ્યા. આ મામલે કાર્યવાહી કરતા અધિકારીઓએ દયાકર રેડ્ડી સહિત આઈસ્ક્રીમ બનાવતા લોકોની ધરપકડ કરી છે. સરથચંદ્ર રેડ્ડી નામના વ્યક્તિ દ્વારા આઇસક્રીમની દુકાનમાં નશીલા પદાર્થનું વેચાણ કરવામાં આવતું હતું. અહીંથી 11 કિલો આવા ઉત્પાદનો જપ્ત કરવામાં આવ્યા હતા, જેને આઈસ્ક્રીમમાં ભેળવીને વેચવું ગુનો છે. આ આઈસ્ક્રીમ એરિકો કાફેમાં વેચાઈ રહ્યો હતો. આ આઈસ્ક્રીમ પાર્લર સામે કેટલાક લોકોએ ફરિયાદ કરી હતી. આઈસ્ક્રીમમાં વ્હિસ્કી ભેળવવામાં આવતી હોવાની માહિતી મળતાં બાળકો અને તેમના પરિવારના સભ્યો ખૂબ જ નારાજ અને ચોંકી ઉઠ્યા છે. જોકે, આવા કૃત્યો પાછળના ગુનેગારોની શોધ કરવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે આવું કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બાળકોના જીવ સાથે રમત કરનારાઓને ચેતવણી આપવામાં આવી હતી.