GST નેટવર્કને ટૂંક સમયમાં જ સરકારી કંપનીમાં ફેરવી દેવાશે. શુક્રવારના રોજ જીએસટી કાઉન્સિલની 27મી બેઠકમાં જીએસટી કાઉન્સિલે જીએસટી નેટવર્ક (GSTN)ને સરકારી કંપની બનાવાની મંજૂરી આપી દીધી છે. સરકાર જીએસટીએનમાં ખાનગી એકમોનો 51 ટકા હિસ્સો લેશે. જીએસટીએનનો 50 ટકા હિસ્સો કેન્દ્રની પાસે હશે અને રાજ્યોની પાસે સામૂહિક રીતે તેનો 50 ટકા હિસ્સો રહેશે. નાણાંમંત્રી અરૂણ જેટલીએ બેઠક બાદ આ માહિતી આપી. બીજીબાજુ જેટલીએ કહ્યું કે કાઉન્સિલે કેશલેસ લેવડદેવડ કરનારાઓને 2 ટકાની છૂટ આપવાની વાત કરી છે.
મોદી સરકાર સતત કેશલેસ લેવડ-દેવડને વધારવા માટે પગલાં ઉઠાવી રહી છે. જીએસટી કાઉન્સિલની તરફથી ડિજિટલ ટ્રાન્ઝેકશન પર 2 ટકાની છૂટ આપવી આ પહેલનો એક ભાગ છે. મોદી સરકાર સતત કેશલેસ લેવડ-દેવડને વધારવા માટે પગલાં ઉઠાવી રહી છે. જીએસટી કાઉન્સિલની તરફથી ડિજિટલ ટ્રાન્ઝેકશન પર 2 ટકાની છૂટ આપવી આ પહેલનો એક ભાગ છે. આ બેઠક એવા સમયે થઇ જ્યારે જીએસટી એપ્રિલમાં એક લાખ કરોડ રૂપિયાથી વધુ પહોંચી ગઇ. આ એક રેકોર્ડ છે. સરકારનો કુલ જીએસટી સંગ્રહ ગયા મહિને 1.03 લાખ કરોડ રૂપિયા રહ્યો. ગયા વર્ષે એક જુલાઇથી લાગૂ જીએસટી કલેકશન આખા નાણાંકીય વર્ષ 2017-18માં 7.41 લાખ કરોડ રૂપિયા રહી. અધિકારીઓએ કહ્યું કે રિટર્નને સરળ બનાવાનો મામલો એજન્ડામાં ઉપર હતો.