નવી દિલ્હી : મહિલાઓ સાથે અત્યાચારના કેસની સંખ્યાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. આ મામલામાં કાયદો તો બદલાઈ ગયો છે પરંતુ સ્થિતિમાં કોઈ જ સુધારો થયો નથી. તેની સાક્ષી પૂરી રહ્યા છે દરરોજ ૮૬ દુષ્કર્મની ઘટના. ત્યારે કયા રાજ્યો મહિલાઓ માટે અનસેફ છે?. છેલ્લાં ૧૪ વર્ષમાં દુ્ષ્કર્મની કેટલી ઘટનાઓ સરકારી ચોપડે નોંધાઈ? ભારતમાં દર કલાકે ૩ મહિલાઓ દુષ્કર્મનો શિકાર, દુષ્કર્મના ૯૬%થી વધુ કેસમાં આરોપી મહિલાના જાણીતા હોય છે અને દુષ્કર્મના ૧૦૦માંથી ૨૭ આરોપીઓને જ થાય છે સજાઆ ત્રણ આંકડા દર્શાવે છે કે ભારતમાં કડક કાયદો હોવા છતાં આપણા દેશમાં દુષ્કર્મની ઘટનામાં ઘટાડો પણ થઈ રહ્યો નથી. અને સજાનો દર પણ વધી રહ્યો નથી. કેન્દ્ર સરકારની એજન્સી NCRBના આંકડા દર્શાવે છે કે ભારતમાં વર્ષે મહિલાઓ સામે અત્યાચારના ૪ લાખથી વધારે કેસ નોંધાય છે. મહિલાઓ સામે અત્યાચારનો ઉલ્લેખ એટલા માટે થઈ રહ્યો છે. કેમ કે કોલકાતામાં રેસિડેન્ટ ડોક્ટર સાથે દુષ્કર્મ અને તેની હત્યાના મામલાએ આખા દેશને ધ્રૂજાવી દીધો છે. આ મામલે માત્ર કોલકાતા જ નહીં પરંતુ દેશના અનેક શહેરોમાં પ્રદર્શન થઈ રહ્યા છે. પશ્વિમ બંગાળના મુખ્યમંત્રીએ PM મોદીને પત્ર લખીને દુષ્કર્મના કેસમાં કડક સજાની જાેગવાઈની માગણી કરી છે. કડક કાયદા છતાં દુષ્કર્મના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.. તેની જુબાની છે આ વર્ષોવર્ષ વધી રહેલાં આંકડા.
વર્ષ ૨૦૦૯માં ૨૧,૩૯૭ કેસ, વર્ષ ૨૦૧૦માં ૨૨,૧૭૨ કેસ, વર્ષ ૨૦૧૧માં ૨૪,૨૦૬ કેસ, વર્ષ ૨૦૧૨માં ૨૪,૯૨૩ કેસ, વર્ષ ૨૦૧૩માં ૩૩,૭૦૭ કેસ, વર્ષ ૨૦૧૪માં ૩૬,૭૩૫ કેસ, વર્ષ ૨૦૧૫માં ૩૪,૬૫૧ કેસ, વર્ષ ૨૦૧૬માં ૩૮,૯૪૭ કેસ, વર્ષ ૨૦૧૭માં ૩૨,૫૫૯ કેસ, વર્ષ ૨૦૧૮માં ૩૩,૩૫૬ કેસ, વર્ષ ૨૦૧૯માં ૩૨,૦૩૨ કેસ, વર્ષ ૨૦૨૦માં ૨૮.૦૪૬ કેસ, વર્ષ ૨૦૨૧માં ૩૧,૬૭૭ કેસ, અને વર્ષ ૨૦૨૨માં ૩૧,૫૧૬ કેસ નોંધાયા હતા. મહિલાઓ સામે ગુનાઓની સંખ્યાના આંકડા ડરાવનારા છે. જેના પરથી એવું લાગી રહ્યું છેકે ગુનેગારોને કાયદાની કોઈ પરવા નથી. ગુનેગારો કાયદાની ઐસીતૈસી કરીને આવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. હવે તમારા મનમાં થતું હશે કે મહિલાઓ પર દુષ્કર્મની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. તો પછી મહિલાઓ ક્યાંય સુરક્ષિત નથી તેનો સવાલ હાલ ઉઠી રહ્યો છે. કયા રાજ્યોમાં મહિલાઓ અનસેફ છે અને ૨૦૨૨માં દુષ્કર્મની ઘટના નોંધાઈ હતી તે ગ્રાફિક્સની મદદથી સમજી લો. રાજસ્થાનમાં ૫૩૯૯ કેસ, ઉત્તર પ્રદેશમાં ૩૬૯૦ કેસ, મધ્ય પ્રદેશમાં ૩૦૨૯ કેસ, મહારાષ્ટ્રમાં ૨૯૦૪ કેસ, હરિયાણામાં ૧૭૮૭ કેસ, ઓડિશામાં ૧૪૬૪ કેસ, ઝારખંડમાં ૧૨૯૮ કેસ, છત્તીસગઢમાં ૧૨૪૬ કેસ, દિલ્લીમાં ૧૨૧૨ કેસ, અસમમાં ૧૧૧૩ કેસ નોંધાયા હતા. દુષ્કર્મના મોટાભાગના મામલામાં જે આરોપી હોય છે તે પીડિતાની ઓળખાણમાં જ હોય છે. આંકડા દર્શાવે છે કે દુષ્કર્મના ૯૬ ટકાથી વધારે કેસમાં ઓળખવાણવાળો જ આરોપી નીકળે છે. ત્યારે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, મહિલા સુરક્ષાની મોટી-મોટી વાતો તો કરે છે પરંતુ દુષ્કર્મ કે મહિલાઓ પર થતાં અત્યાચારની ઘટના અટકાવવામાં નિષ્ફળ નીવડી છે. ત્યારે દેશમાં એવા કાયદા કે જાેગવાઈની જરૂર છે જેનાથી કોઈપણ વ્યક્તિ મહિલા પર અત્યાચાર કરવાનું વિચારી પણ ન શકે.