ટોરેન્ટો : કેનેડાની સરકારે એક એવો ર્નિણય લીધો છે જેના કારણે ત્યાં રહેતા ભારતીયોની મુશ્કેલીઓ વધશે. જસ્ટિન ટ્રૂડોએ જાહેરાત કરી કે કેનેડામાં અસ્થાયી નોકરી કરતા વિદેશીઓની સંખ્યા ઘટાડવામાં આવશે. આ ર્નિણય બાદ હવે તેની સીધી અસર ત્યાં કામ કરતા ભારતીય યુવાઓ પર પડશે. મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ગુજરાન ચલાવવા માટે નોકરી કરે છે. પીએમ જસ્ટિન ટ્રૂડોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે અમે કેનેડામાં ઓછા પગારવાળા અસ્થાયી વિદેશી શ્રમિકોની સંખ્યા ઓછી કરી રહ્યા છીએ. દેશનું લેબર માર્કેટ ઘણું બદલાઈ ગયું છે. હવે સમય આવી ગયો છે કે અમારી કંપનીઓ કેનેડિયન શ્રમિકો અને યુવાઓને વધુમાં વધુ નોકરી આપે. રિપોર્ટ મુજબ ઓગસ્ટ ૨૦૨૪ના અંત સુધીમાં કેનેડામાં ભારતીયોની સંખ્યા ૨૦ લાખ સુધી પહોંચવાની આશા છે. વર્ષ ૨૦૨૨માં ૧૧૮,૦૯૫ ભારતીયો કેનેડામાં સ્થાયી રહીશ બની ગયા છે. જ્યારે ૫૯,૫૦૩ લોકો કેનેડિયન નાગરિક બની ગયા છે. ૨૦૨૪ના પહેલા ત્રિમાસિકમાં કેનેડાએ ૩૭,૯૧૫ નવા ભારતીય સ્થાયી રહીશોને પ્રવેશ આપ્યો. જે ૨૦૨૩ના પહેલા ત્રિમાસિકની સરખામણીમાં ૮,૧૭૫ જેટલો ઘટાડો છે. કેનેડામાં રહેતી વિદેશી વિદ્યાર્થીઓમાંથી ૪૦ ટકા ભારતીય છે. વિદ્યાર્થી વિઝા લઈને કેનેડામાં વસવાના સપના જાેતા યુવાઓ માટે હવે ટ્રૂડોની નવી ઈમિગ્રેશન પોલીસીથી મોટો ફટકો લાગ્યો છે. આ જ કારણ છે કે પોલીસીમાં ફેરફારને કારણે ૭૦૦૦૦થી વધુ વિદેશી વિદ્યાર્થીઓ પર દેશ પરત ફરવાની તલવાર લટકી રહી છે. કેનેડામાં હવે આ મુદ્દે વિરોધ પ્રદર્શન પણ શરૂ થઈ ગયા છે. હવે એ જાણવું જરૂરી છે કે ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા કેમ જાય છે અને ટ્રૂડોની નવી પોલીસી ત્યાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ પર શું અસર કરશે. નોંધનીય છે કે કેનેડામાં વર્ષ ૨૦૨૩ની વાત કરીએ તો અત્યાર સુધીમાં ૯૦૦૦૦૦ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ છે જ્યારે આ વર્ષે ૨૦૨૪ના અંત સુધીમાં ૫૦૦૦૦૦ સ્થાયી રહિશ વધુ વધવાની શક્યતા હતી. ટ્રૂડોએ કેનેડાની આંતરરાષ્ટ્રીય ઈમિગ્રેશન પોલીસીમાં મોટો ફેરફાર કરવાનો જે ર્નિણય લીધો છે તેના કારણે હવે વિદેશી વિદ્યાર્થીઓને પાર્ટ ટાઈમ નોકરી શોધવામાં મુશ્કેલીઓ પડશે. કારણ કે હવે આ નોકરીઓ સ્થાનિક યુવાઓ માટે રિઝર્વ કરવામાં આવી છે.
ટ્રૂડોના આ ર્નિણય વિરુદ્ધ વિદેશી વિદ્યાર્થીઓ ભારે પ્રદર્શન કરી રહ્યા છે. ૭૦૦૦૦થી વધુ વિદેશી વિદ્યાર્થીઓ પર કેનેડામાંથી નિર્વાસનનું જાેખમ તોળાઈ રહ્યું છે. કેનેડામાં પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડ, ઓન્ટારિયો, મેનિટોબા, બ્રિટિશ કોલંબિયા સહિત જુદા જુદા રાજ્યોમાં આ મુદ્દે સભાઓ અને રેલીઓ આયોજાઈ રહ્યા છે. કેનેડિયન સરકાર અત્યાર સુધી કહેતી આવી છે કે અહીં અપ્રવાસીઓને લાવવાનું એક પ્રમુખ કારણ આર્થિક વિકાસ અને લચીલાપણાને પ્રોત્સાહન આપવાનું છે. હવે પોલીસીમાં ફેરફાર બાદ ભારતીય વિદ્યાર્થીઓ પોતાને ઠગાયેલા મહેસૂસ કરે છે. એક પૂર્વ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી મહકદીપ સિંહ જે ઈમિગ્રેશનનો સામનો કરી રહ્યા છે તેમણે સિટી ન્યૂઝ ટોરન્ટોને કહ્યું કે મે કેનેડા આવવા માટે છ વર્ષ સુધી જાેખમ ઉઠાવ્યું. મે અભ્યાસ કર્યો, કામ કર્યું, લોન ચૂકવી, અને કોમ્પ્રિહેન્સિવ રેંકિંગ સિસ્ટમમાં જરૂરી પોઈન્ટ્સ પૂરા કર્યા. પરંતુ આમ છતાં સરકારે અમારો ફાયદો ઉઠાવ્યો છે. અત્રે જણાવવાનું કે કેનેડામાં રહેતા વિદ્યાર્થીઓ પહેલેથી રહેવાની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. ગત વર્ષ સપ્ટેમ્બરમાં આવાસ સમસ્યાને લઈને એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી ખુબ હંગામો મચ્યો હતો. એવું કહેવાય છે કે ત્યાં ઘરોનું નિર્માણ ખુબ ઓછુ છે અને રેકોર્ડ ઉચ્ચ વ્યાજ દરોએ નવા ઘરોને સામાન્ય કેનેડિયન નાગરિકો અને નવા અપ્રવાસીઓની પહોંચથી બહાર કરવામાં આવ્યા છે. જાે નોકરીઓની વાત કરીએ તો કેનેડામાં ઘણા સમય પહેલેથી પાર્ટ ટાઈમ જાેબનું સંકટ આવી ચૂક્યુ છે. અહીં પહેલેથી વિદેશી વિદ્યાર્થીઓ ઘર ન મળવાના કારણે ખુબ ખરાબ સ્થિતિમાં રહી રહ્યા છે. હવે નવી ઈમિગ્રેશન પોલીસી બાદ કેનેડામાં શિક્ષણનું સપનું ભારતીયો માટે ક્યાંક સપનું જ ન બની રહે. કેનેડા જવાનું કારણ અસલમાં શિક્ષણ નહીં પરંતુ એટલા માટે કારણ કે વિદ્યાર્થી વિઝા કેનેડા જવા માટે સરળ રસ્તો છે અને ત્યારબાદ ત્યાં સ્થાયી રોકાણ અને ત્યાં નાગરિકતા મેળવવાના રસ્તા પણ ખુલી જાય છે. વિદ્યાર્થી વિઝા દ્વારા વિદેશી નાગરિકો કેનેડામાં સરળતાથી પ્રવેશ કરી શકે છે. કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓમાં મોટી સંખ્યા ભારતીયોની છે. કેનેડામાં એક પ્રકારનું મીની ઈન્ડિયા વસે છે. કેનેડા સરકારના આંકડા મુજબ વર્ષ ૨૦૨૨માં કુલ ૫.૫ લાખ વિદેશી વિદ્યાર્થીઓમાંથી ૨.૨૬ લાખ વિદ્યાર્થીઓ ઈન્ડિયાથી હતા. આ કુલ વિદ્યાર્થીઓના ૪૦ ટકા છે. આ અગાઉ ૩.૨ લાખ ભારતીય વિદ્યાર્થીઓ વિઝા પર કેનેડામાં રહેતા હતા.