કલર્સ ગુજરાતી ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે ટેલિવિઝન ઉદ્યોગમાં ચમકી રહી છે. અસ્સલ ગુજરાતીનું અસ્સલ એન્ટરટેઈનમેન્ટનું તેનું વચન તાજગીપૂર્ણ અને અસલ અનુભવ પ્રદાન કરે છે. તેમનો નવો શો યુનાઈટેડ સ્ટેટ ઓફ ગુજરાતે રોચક વાર્તામાં પરંપરા અને આધુનિકતાને જોડી છે, જેમાં પૌત્રી કે (સાના અમીન શેખ) તેની માતા યમુના (અમી ત્રિવેદી) અને તેની દાદી સૂર્યકાંતા બા (રાગિણી શાહ)નું પુનઃમિલન કરવા માટે કટિબદ્ધ છે. રોચક વાર્તા અને પ્રતિભાશાળા કલાકારોમાં રાજ અનડકટ, વંદન વિઠલાણી, અપરા મહેતા મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે, જેથી શોને વધુ લોકપ્રિયતા મળી રહી છે. રાજ અનડકટ માટે આ શો ખાસ કરીને વિશેષ છે, કારણ કે તેણે આ સાથે ગુજરાતી ટેલિવિઝનમાં પદાર્પણ કર્યું છે અને લાંબા સમયનું તેનું સપનું સાકાર થયું છે. રાજ અનડકટે યુનાઈટેડ સ્ટેટ ઓફ ગુજરાત પર ગુજરાતી ટેલિવિઝનમાં પદાર્પણ કરીને દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં તે દ્વારકા કા રણવીર સિંગ તરીકે ઓળખાતા સ્વર્ણિમ અને ચમત્કારી કેશવની ભૂમિકા ભજવી રહ્યો છે. તે ઊર્જાત્મક અને ખેલદિલ વ્યક્તિત્વ દર્શાવતી ભૂમિકા ચાહતો હતો અને કેશવ તેનું આ વિઝન પૂર્ણ કરે છે. અનડકટનો અભિનવ અનોખો તરી આવે છે, જે તેની કળામાં પેશન અને કમિટમેન્ટ પ્રદર્શિત કરે છે.
રાજ અનડકટ માટે તેની પસંદગી આશ્ચર્યજનક હતી તેટલી જ રોમાંચક પણ હતી. અવસરના યોગાનુયોગ વિશે બોલતાં તે કહે છે, “મેં ક્યારેય કલ્પના કરી નહોતી કે કલર્સ ગુજરાતી સાથે નવો પ્રોજેક્ટ શરૂ થશે. ટાઈમિંગ ખરેખર અસાધારણ છે. મને શો માટે કોલ આવ્યો તે જ દિવસે હું મારી બહેન સાથે મારી નવી રીલે કેવું ધ્યાન ખેંચ્યું છે તે વિશે વાત કરતો હતો. આ જ અવસરે શો માટે કોલ આવતાં મારી ખુશીનો કોઈ પાર નહોતો. મેં ખરેખર આ ભૂમિકા માટે ઝાઝી તૈયારી કરી નહોતી, કારણ કે કેશવ અને મારું વ્યક્તિત્વ અત્યંત સમાન છે. હું મારી માતૃભાષામાં ભૂમિકા ભજવવા માટે ભારે રોમાંચિત છું. બ્રહ્માંડ ઉત્તમ રીતે સુમેળ સાધી રહ્યું છે એવું મને લાગે છે. હું આ રોમાંચક નવા પ્રવાસમાં જોડાવાની મને તક મળી તે માટે ભારે રોમાંચિત અને કૃતજ્ઞ છું.”