• આ ફંડનો ઉદ્દેશ ઓછી અસ્થિરતા, ઘટેલા વ્યાજ દરના જોખમ અને મધ્યમ ધિરાણ જોખમના લાભો ઓફર કરવાનો છે, જેનાથી તે ટૂંકા ગાળાની બચત માટે શ્રેષ્ઠ વિકલ્પ બને.
• 1-6 મહિના સુધી રોકાણ કરવા માંગતા રોકાણકારો માટે આદર્શ.
મુંબઈ: ફ્રેન્કલિન ટેમ્પલટન (ભારત) એ તેના ઓપન એન્ડેડ અલ્ટ્રા-શોર્ટ ટર્મ ડેટ ફંડ – ફ્રેન્કલિન ઈન્ડિયા અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન ફંડ (FIUSDF) ના લોન્ચની જાહેરાત કરી. આ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ, બોન્ડ્સ, ડિપોઝિટના પ્રમાણપત્રો, કોમર્શિયલ પેપર્સ, ટ્રેઝરી બિલ્સ અને પોર્ટફોલિયોનો મેકાલે સમયગાળો 3 મહિનાથી 6 મહિનાની વચ્ચે હોય તેવી ગવર્મેન્ટ સિક્યોરિટીઝ જેવા ફંડ ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરશે. FIUSDFનું સંચાલન ઇન્ડિયા ફિક્સ્ડ ઇન્કમના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ગોસ્વામી અને ઇન્ડિયા ફિક્સ્ડ ઇન્કમના પોર્ટફોલિયો મેનેજર પલ્લબ રોય કરશે.
નવી ફંડ ઓફર 19 ઓગસ્ટ, 2024 થી ખુલશે અને 28 ઓગસ્ટ, 2024 ના રોજ બંધ થશે, જે દરમિયાન યુનિટ્સ રૂ. 10/- પ્રતિ યુનિટના ભાવે ઉપલબ્ધ થશે.
ફંડના લોન્ચિંગ અને તેના રોકાણની વ્યૂહરચના અંગે ટિપ્પણી કરતા, ફ્રેન્કલિન ટેમ્પલટન, ઇન્ડિયા ફિક્સ્ડ ઇન્કમ,ફિક્સ્ડ ઇન્કમના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, “સ્થિર આવક કોઈપણ રોકાણકારના પોર્ટફોલિયોનો મહત્ત્વનો ભાગ હોવો જોઈએ. ભૂતકાળની વાત કરીએ તો ભારતમાં, રોકાણકારોએ આ જરૂરિયાતો માટે બેંકિંગ ઉત્પાદનોનો આશરો લીધો છે. જો કે, ડેટ ફંડ્સ બચત પરંપરાગત સાધનો સાથે તુલનાત્મક વળતર આપવાનું લક્ષ્ય રાખે છે. અમારું દ્રઢપણે માનવું છે કે ટૂંકા ગાળા માટે રોકડની જરૂરિયાત અથવા તાત્કાલિક આવશ્યકતાઓ પુરી કરવા માંગતા રોકાણકારો માટે FIUSDF એક મૂલ્યવાન વિકલ્પ બની શકે છે.”
ગોસ્વામીએ વધુમાં કહ્યું, “FIUSDF ઓછા વ્યાજ દરના જોખમ અને ઓછાથી મધ્યમ ધિરાણના જોખમની સાથે-સાથે વિવિધ પ્રકારના ટૂંકા-ગાળાના પોર્ટફોલિયોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. વધુમાં, વર્તમાન મેક્રો-ઈકોનોમિક પરિદ્રશ્યમાં, અને વધુ રોકડની જરૂરિયાતવાળા વાતાવરણના પગલે, લાંબા અને ટૂંકા ગાળાના વ્યાજ દરો વચ્ચેનો ફેલાવો વધે તેવી અપેક્ષા સાથે, આ ફંડનો ઉદ્દેશ નિશ્ચિત આવક ધરાવતા રૂઢિચુસ્ત રોકાણકારો માટે આવક અને મૂડી વૃદ્ધિનું સંયોજન પ્રદાન કરવા માટે સારી સ્થિતિમાં રહેવાનો છે.”
ફંડના લોન્ચિંગ પર બોલતા, ફ્રેન્કલિન ટેમ્પલટન-ઈન્ડિના પ્રેસિડેન્ટ, અવિનાશ સાતવલેકરે જણાવ્યું હતું કે, “નિશ્ચિત આવક ઇચ્છતા અમારા રોકાણકારો માટે FIUSDF એક મહત્વપૂર્ણ ઉમેરો હશે. આ ફંડનો હેતુ સંસ્થાકીય અને વ્યક્તિગત રોકાણકારો, બંને માટે મધ્યમ ધિરાણ જોખમને અનુરૂપ વળતર આપવાનો છે. આ નવીનતમ ફંડ બજારના ચક્રમાં ભંડોળનું સંચાલન કરવા માટે અમારી ફિક્સ્ડ ઇન્કમ ટીમના વ્યાપક જ્ઞાન અને અનુભવનો લાભ લે છે.”