તાજેતરમાં ૨૭ એપ્રિલે પ્રસિદ્ધ થયેલા પરિણામમાં પણ સ્પીપાના ૨૦ યુવાઓની ફાઇનલ પસંદગી થઇ છે. રાજ્ય સરકારની પ્રોત્સાહક યોજના અન્વયે UPSC ફાઇનલ પસંદગી પામેલા ગુજરાતના વતની પ્રત્યેક યુવાઓને રૂ. ૫૧ હજાર અને ૩ દિકરીઓને રૂ. ૬૧ હજારના ચેક તેમજ પ્રશસ્તિપત્ર અને શિલ્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
યુ.પી.એસ.સી. દ્વારા લેવાયેલી સિવિલ સર્વિસિઝ પરીક્ષા ૨૦૧૭મા ફાઇનલ સિલેક્શન માટે પસંદ થયેલા ગુજરાતના ૨૦ યુવા-યુવતિઓને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉચ્ચ અને ઉજ્જવળ કારકિર્દી માટેની શુભેચ્છાઓ પાઠવી છે.
તેમણે આ યુવાઓ અને તેમના પરિવારજનો સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને શુભેચ્છા સૌજન્ય મુલાકાતમાં યુવાઓને રાષ્ટ્રહિત તેમજ સમાજના વંચિત, પીડિત, ગરીબ વર્ગોના હિતને હૃદયે રાખી નિષ્ઠાપૂર્વક સેવા દાયિત્વ અદા કરવા પ્રેરણા આપી હતી.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે ગુજરાતના યુવાઓને આવી ઉચ્ચ સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વ તૈયારી-તાલીમ માટે રાજ્ય સરકાર સંચાલિત સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થામાંથી આ ૨૦ યુવાઓએ તાલીમ મેળવીને સફળતા હાંસલ કરી છે. ફાઇનલ પસંદગી પામેલા યુવા-યુવતિઓ વતી ૩ સફળ ઉમેદવારોએ પોતાના અનુભવો વર્ણવ્યાં હતાં.
આ સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થામાં તાલીમ મેળવી ઉચ્ચ સનદી સેવાઓમાં ફાઇનલ સિલેક્શન પામનારા યુવાઓની સંખ્યા ૨૦૧૪માં ૨૦, ૨૦૧૫માં ૧૭, ૨૦૧૬માં ૧૯ તેમજ ૨૦૧૭માં ૨૦ની રહી છે.