1000 તિરંગા સાથે વૈષ્ણવદેવી થી વિશ્વઉમિયાધામ સુધી વિશ્વ ઉમિયાધામ પરિવાર તેમજ વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા રેલી કાઢી
વિશ્વઉમિયાધામ દ્વારા કારગીલ યુદ્ધમાં શહિદ થનાર 20 પરિવારનું સન્માન…
ભારતીય સંસ્કૃતિના ભવ્ય અને ભાતીગળ વારસાના સંવર્ધન સાથે દેશની આઝાદીમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને ગરિમાપૂર્ણ રીતે યાદ કરવાનો અને તેમના બલિદાનને વંદન કરવાનો અમૂલ્ય અવસર એટલે સ્વાતંત્રતા દિવસ. દેશની એકતા અને અખંડિતતાના ગૌરવપૂર્ણ વારસાની વિરાસતના પ્રસંગોને જીવંત રાખવા અંતર્ગત આજે વિશ્વઉમિયાધામ- અમદાવાદ ખાતે 78મા સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરાઈ હતી.
જેમાં સંસ્થાના પ્રણેતા એવમ્ પ્રમુખશ્રી આર.પી. પટેલ સાહેબના વડપણ હેઠળ સંસ્થાના ઉપપ્રમુખશ્રી પ્રહલાદ ભાઈ (કામેશ્વર),મહામંત્રીશ્રી રૂપેશભાઈ પટેલ,ખજાનચીશ્રી કાંતિભાઈ પટેલ (રામ), ઉપપ્રમુખશ્રી દિપકભાઇ પટેલ, શ્રી ડી.એન.ગોલ, શ્રી વાડીભાઈ પટેલ તથા હોંદ્દેદારશ્રીઓ, દાતાશ્રીઓ તેમજ, ત્રણેય સંગઠનના કાર્યકર મિત્રોએ ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પી.પી. સવાણી ગૃપ સુરતના ચેરમેનશ્રી મહેશભાઈ સવાણી ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે વિશ્વઉમિયાધામ ખાતે 250થી વધુ પૂર્વ સૈનિક હાજર રહ્યા હતા. અને પૂર્વ સૈનિકોની નિશાન ટોલીએ તિરંગાને સલામી ભરી હતી. કાર્યક્રમ અંગે વાત કરતા શ્રી આર.પી પટેલ જણાવે છે કે વિશ્વઉમિયાધામ દ્વારા પાકિસ્તાનની જેલમાં 30 વર્ષ રહેનાર પૂર્વ સૈનિક શ્રી કુલદીપ યાદવનું ભાવભર્યુ સન્માન કરાયું હતું. આ ઉપરાંત અમદાવાદ શહેરની નાલંદા સ્કૂલ – શક્તિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ એવમ્ જાસપુર પ્રાથમિક શાળા અને એ.કે.પટેલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પણ ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન વિશ્વઉમિયાધામ યુવા સંગઠન ચેરમેનશ્રી જીતુભાઇ પટેલ તેમજ ટીમ દ્વારા કરાયું હતું