મુંબઈ: ભારતીય બજારમાં વૃદ્ધિ અને વિસ્તરણને પંથે SKODA Auto Indiaએ તેની ચુનંદી Cars માટે વિક્રેતા તરીકે ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ (GEM) પોર્ટલ પર પોતાની નોંધણી કરાવી છે. GEM આ આર્થિક વર્ષ અંત સુધી સાઉથ કોરિયાના કોનેપ્સને પાર કરીને દુનિયામાં સૌથી વિશાળ ગવર્નમેન્ટ ઈ-પ્રોક્યોરમેન્ટ પોર્ટલ બનવા સુસજ્જ છીએ. પ્રથમ સ્કોડા GEM પોર્ટલ થકી સરકારી ખરીદદારને ડિલિવરી કરી દેવાઈ છે.
મંચ
GEM પોર્ટલ સરકારી ખરીદદારો માટે રાષ્ટ્રીય જાહેર પ્રાપ્તિ પોર્ટલ છે. આ પરિપૂર્ણ ઓનલાઈન માર્કેટપ્લેસ છે, જે કેન્દ્ર અને રાજ્ય મંત્રાલયો, વિભાગો, કેન્દ્ર અને રાજ્યના જાહેર ઉપક્રમો, સ્વાયત્ત સંસ્થાઓ અને સ્થાનિક સરકારી સંસ્થાઓ દ્વારા માલો અને સેવાઓની પ્રાપ્તિને સહજ બનાવે છએ. પોર્ટલ ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના નેજામાં કામ કરે છે. GEM સરકારી ખરીદદારોને ભારતવ્યાપી વિક્રેતાઓ અને સેવા પ્રદાતાઓ પાસેથી ઓનલાઈન મંચ થકી પ્રોડક્ટોની સીધી ખરીદી કરવા માટે પેપરલેસ, કેશલેસ અને કોન્ટેક્ટલેસ ઈકોસિસ્ટમ પૂરી પાડે છે. મંચ ભારતમાં જાહેર પ્રાપ્તિ પ્રણાલીઓમાં નવો પ્રાણ ફૂંકવા માટે ડિજિટલાઈઝેશન અને ઓટોમેશન સાથે આવતી સ્થિતિસ્થાપકતા અને ગતિનો ઉપયોગ કરે છે.
સુવિધા અને પારદર્શકતા
જીઈએમનું લક્ષ્ય જાહેર પ્રાપ્તિઓમાં પારદર્શકતા, કાર્યક્ષમતા અને સમાવેશકતા બહેતર બનાવવાનું છે. મંચ ઈ-બિડિંગ, ઈ-લિલામી, રિવર્સ ઈ-લિલામી અને ડિમાન્ડ અગ્રેગેશન સુવિધાઓ પૂરી પાડે છે. પોર્ટલ સરકારી વિભાગોને તેના કાફલામાં જીઈએમ પોર્ટલો પર લિસ્ટેડ અન્ય કાર્સ સાથે સ્કોડા ઓટો ઈન્ડિયા કાર્સ પ્રાપ્ત કરવા સીધી પહોંચ ધરાવે છ અને મેડ-ઈન-ઈન્ડિયા પ્રોડક્ટોનું પ્રમોશન પણ કરે છે. સ્કોડાની પ્રથમ ડિલિવરી GEM થકી સરકારી ખરીદદારને કરી દેવાઈ છે.
GEM સ્કોડા
સ્કોડા ઓટો ઈન્ડિયા કાર્સની સંપૂર્ણ કસોટીમાંથી પાર ઊતરેલી 5-સ્ટાર-સેફ ફ્લીટ સાથે સુસજ્જ છે. મેડ-ઈન-ઈન્ડિયા કુશાક અને સ્લાવિયા હાલમાં જીઈએમ પોર્ટલ પર ઉપલબ્ધ છે. બંને કાર MQB-A0-IN મંચ પર સ્થિત છે, જે ભારત અને ઝેકમાં ટીમો દ્વારા ખાસ કરીને ભારતીય બજાર માટે ઉત્પાદન કરવામાં આવી છે અને ભારતમાંથી અન્ય દેશોમાં નિકાસ પણ કરી શકાય છે. બંનેએ ગ્લોબલ એનસીએપીના નવીનતમ પરીક્ષણના પ્રોટોકોલ્સ હેઠળ પુખ્તો અને બાળકો માટે ફુલ 5-સ્ટાર પ્રાપ્ત કર્યા છે. કુશાક એસયુવી અને સ્લાવિયા સેડાન 1.0 TSI અને 1.5 TSI એન્જિન્સની પસંદગી દ્વારા પાવર્ડ હોઈ સિક્સ- સ્પીડ મેન્યુઅલ અથવા સિક્સ- સ્પીડ ઓટોમેટિક અથવા સેવન- સ્પીડ DSG ટ્રાન્સમિશન માટે મેટેડ છે.
સાવધાન અમદાવાદીઓ! તમારા સ્વાસ્થ્ય સાથે થઈ રહ્યાં છે ચેડા, અલગ-અલગ હોટલમાં સપ્લાય થતું હતુ નકલી પનીર
અમદાવાદ : અમદાવાદ શહેરના વસ્ત્રાલ અને ઠક્કરનગર વિસ્તારમાંથી નકલી પનીરનો જથ્થો ઝડપાયો છે, અમદાવાદ મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ...
Read more