મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે જામનગરમાં ૫મી મેના રોજ જામનગર મહાનગરપાલીકાના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ થશે. જેમાં રૂ.૧૮ કરોડના ખર્ચે બનેલ લાખોટા મ્યુઝિયમનું લોકાર્પણ સાંજે ૬ થી ૭ દરમ્યાન થશે. જ્યારે સાંજે ૭ થી ૮ રણમલ તળાવ ગેટ નં.૧ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે લાભાર્થીઓને કોમ્પ્યુટરરાઇઝડ ડ્રો તથા ગુજરાત સરકાર દ્વારા નિયત થયેલ આજીવિકા દિવસની ઉજવણી મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને થશે.
આ ઉપરાંત મુખ્યમંત્રી દ્વારા સાંજે ૪ વાગે હર્ષદપુર ગામે સુજલામ સુફલામ જળ અભિયાનના કામોનો પણ પ્રારંભ કરાવાશે.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કૃષિ મંત્રી આર.સી.ફળદુ, પ્રભારી મંત્રી સૌરભભાઇ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, વલ્લ્ભભાઇ ધારવીયા, મેયર પ્રતિભાબેન કનખરા, કમિશ્નર અને ઇન્ચાર્જ કલેકટર આર.બી. બારડ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.