કલર્સ ગુજરાતી તમારે માટે હૃદયસ્પર્શી નવો શો યુનાઈટેડ સ્ટેટ ઓફ ગુજરાત લાવી છે, જે સંબંધો અને પારિવારિક જોડાણની શક્તિની ઉજવણી કરે છે. શો પ્રતિકાત્મક જોડી રાગિણી શાહ અને અપરા મહેતાનું પુનઃમિલન કરાવે છે, જેઓ ઓન-સ્ક્રીન અને ઓફફ-સ્ક્રીન પણ વિશેષ સંબંધ ધરાવે છે. આ અનુભવી અભિનેત્રીઓ વ્યાવસાયિક રીતે સાથોસાથ અંગત મૈત્રીનો પણ સમૃદ્ધ ઈતિહાસ ધરાવે છે. તેઓ લાંબા સમય પછી પડદા પર ફરીથી એકત્ર આવી રહી છે, જેથી દર્શકોને તેમના સ્ક્રીન પર અને શો સાથે વળગી રહેવાનું વધુ એક કારણ મળ્યું છે.
રાગિણી શાહ અને અપરા મહેતા મનોરંજનની દુનિયામાં લાંબા સમયથી નામાંકિત હસ્તી છે. તેમની કેમિસ્ટ્રી અને મૈત્રીથી અગાઉ અનેક શોમાં પ્રાણ પુરાયો હતો. તેમની યુનાઈટેડ સ્ટેટ ઓફ ગુજરાતમાં ઓન-સ્ક્રીન ભાગીદારી તેમના ઓફફ-સ્ક્રીન સમીકરણને પ્રદર્શિત કરે છે, જે તેમની ઘેરા સંબંધોનો ઉત્તમ દાખલો છે. શો માં રાગિણી સૂર્યકાંતા વૈષ્ણવની ભૂમિકા ભજવી રહી છે, જે પરંપરા જાળવી રાખવા અને પારિવારિક વેપારનું વ્યવસ્થાપન કરવા માટે મજબૂત ઈચ્છાશક્તિ ધરાવતી પરિવારની પ્રમુખ છે. અપરા મહેતા ઈન્દિરા રંગવાલાની ભૂમિકા ભજવી રહી છે, જે સર્યકાંતાની વફાદાર બાળપણની બહેનપણી છે, જે તેના સર્વ પડકારોમાં તેની પડખે રહે છે, જે તેમનો મજબૂત ટેકો અને મૈત્રી દર્શાવે છે. ઉપરાંત શોમાં કેશવ તરીકે રજ અનડકટ, કે તરીકે સના અમીન શેખ અને છાયા તરીકે વંદના વિઠલાણી છે.
પોતાની ભૂમિકા અને અપરા મહેતા સાથે પુનઃમિલન વિશે રાગિણી શાહ કહે છે, “અપરા સાથે કામ હંમેશાં મનોરંજક અનુભવ રહ્યો છે. અમે ઘણા વર્ષોથી એકબીજાને જાણીએ છીએ અને નિશ્ચિત જ શોમાં અમારા પાત્રો થકી તે પ્રદર્શિત થાય છે. આથી એ કહેવાનું ખોટું નહીં રહેશે કે પડદા પર જોવા મળતા સંબંધો અને મૈત્રી અમારા અજોડ ઓફફસ્ક્રીન જોડાણની મિરર છબિ છે. યુનાઈટેડ સ્ટેટ ઓફ ગુજરાત અમારે માટે વિશેષ પ્રોજેક્ટ છે, કારણ કે તે સમૃદ્ધ ગુજરાતી સંસ્કૃતિનું સંમિશ્રણ છે અને પડદા પર તમારી પોતાની સંસ્કૃતિ દર્શાવવા જેવું બીજું બહેતર શું હોઈ શકે. “
આ વિશે પોતાની ભાવનાઓનો પડઘો પાડતાં અપરા મહેતા કહે છે, “રાગિણીબેન અને મારી વચ્ચે બહુ લાંબા સમયથી પારિવારિક મૈત્રી રહી છે અને અમારા રંગમંચના દિવસોથી અમારી વચ્ચે સુંદર મૈત્રી છે. યુનાઈટેડ સ્ટેટ ઓફ ગુજરાત માટે શૂટિંગ કરતી વખતે અમે અભિનય કરી રહ્યાં છીએ એવું લાગતું નથી. તે અસલ લાગે છે અને અમારે માટે સ્વાભાવિક રીતે આવે છે અને ઘણાં વર્ષો પછી અમારું એકત્ર પુનરાગમન થઈ રહ્યું છે તે બહુ સુંદર છે. તે ઉત્કૃષ્ટ અભિનેત્રી છે અને હું હંમેશાં તેનાથી મોહિત રહી છું. આ શો વધુ એક પ્રોજેક્ટ નથી, પરંતુ આપણી સંસ્કૃતિ અને પારિવારિક જોડાણની શક્તિની ખૂબીઓ નિખારી લાવે છે. અમે જે નિર્માણ કર્યું છે તેને દર્શકો કેવો પ્રતિસાદ આપે છે તે જોવા રોમાંચિત છું.“