સુરત : સુરત પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે જેમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા લોકોની ટોળકી ને પકડી પાડવામાં આવી છે. સુરતમાંથી ડુપ્લિકેટ ઘી બનાવવાનું ગોડાઉન ઝડપાયું છે. પોલીસે આ કેસમાં ચાર શખ્સોને ઝડપી લઈને મુદ્દામાલ કબજે કર્યો છે. આ બનાવની વિગત મુજબ સુરતના ડભોલીમાં નકલી ઘી બનતું હોવાની માહિતી પોલીસને મળી હતી. જેને આધારે પોલીસે ગભોલીમાં આવેલા એક ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો.તપાસ કરતા આ ગોડાઉનમાં સુમુલના નામે નકલી ઘી બનતું હોવાનું બહાર આવ્યું હતું. વધુ તપાસ કરાતા ડુપ્લીકેટ ઘી બનાવવાનો માસ્ટર માઈન્ડ પ્રતિક ઠક્કર હોવાનું બહાર આવ્યું છે. હાલમાં પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરીને સાધન સામગ્રી કબજે કરી છે.
ગ્રેટર નોઈડામાં ગર્લ્સ હોસ્ટેલના લાગી આગ, જીવ બચાવવા છોકરીઓ બીજા માળેથી કૂદવા લાગી
ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક-3 વિસ્તારમાં આવેલી અન્નપૂર્ણા ગર્લ્સ હોસ્ટેલમાં આગ લાગવાની ઘટના બની હતી. ગર્લ્સ હોસ્ટેલમાં આગના બનાવથી સમગ્ર વિસ્તારમાં...
Read more