અમદાવાદ: ક્રિટિકલ લિમ્બ ઇસ્કેમિયા (રક્ત પ્રવાહ અથવા ઓક્સિજન સપ્લાયમાં ઘટ) કે સીએલઆઇ એ એવી સ્થિતિ છે, જેમાં રક્ત વાહિનીઓમાં ગંભીર અવરોધ પેદા થાય છે, જે હાથ, પગ અને પંજાના રક્ત-પ્રવાહને નોંધપાત્ર રીતે ઘટાડે છે. તે પેરિફેરલ આર્ટિરિયલ ડિસીઝ કે પીએડીનો ગંભીર તબક્કો છે, જે મૂળભૂત રીતે ચર્બીયુક્ત જમાવ કે પ્લાકના નિર્માણના કારણે રક્ત વાહિનીઓના સખત અને સાંકડા થવાને કારણે થાય છે.
આદીકુરા સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ, વડોદરાના વેસ્ક્યુલર એન્ડ એન્ડોવાસ્ક્યુલર સર્જન ડૉ. હિતેન પટેલે સીએલઆઇના લક્ષણો વિશે ટિપ્પણી કરતા જણાવ્યું, “પંજા અને પગમાં લોહીના પ્રવાહમાં ઘટાડો થવાથી ક્રિટિકલ લિમ્બ ઇસ્કેમિયા (સીએલઆઇ)ના ચાલતા કે ચાલ્યા વગર પણ પંજા કે પગમાં દુખાવો થવો જેવા સંખ્યાબંધ લક્ષણો થઈ શકે છે. રાત્રે સૂતી વખતે લોહીનો પ્રવાહ ઓછો થવાને કારણે આ દુખાવો વધુ વધી જાય છે. આ દુખાવો એટલો ગંભીર હોઈ શકે છે કે તે ઊંઘમાં ખલેલ પાડી શકે છે. કોઈ દર્દીને પગમાં અલ્સર અથવા ચાંદા અને ગેંગરીનનો અનુભવ પણ થઈ શકે છે. કેટલીકવાર, દર્દીઓ પગમાં ધબકારા ઘટી જવાની અને પગની ઉપરની અથવા ઊંડી ઈજાને સાજી કરવામાં અસમર્થતા હોવાની ફરિયાદ લઈને આવે છે.”
આદીકુરા સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ, વડોદરાના સિનિયર વેસ્ક્યુલર સર્જન ડૉ. વિજય ઠાકોરેએ સીએલઆઇની સારવાર અંગે ટિપ્પણી કરતા જણાવ્યું, “સીએલઆઇની સારવાર ઘણી જટિલ અને વ્યક્તિગત હોઈ શકે છે. જો કે, પ્રથમ પ્રાથમિકતા અંગને સાચવવાની છે. રોગને આગળ વધતો અટકાવવા અને ચોક્કસપણે પીડા ઘટાડવા માટે ઘણી દવાઓ સૂચવવામાં આવી શકે છે. ગંઠાઈ જવાનું અટકાવતી કે ચેપ સામે લડતી દવાઓ પણ સૂચવવામાં આવી શકે છે. સીએલઆઇની પ્રાથમિક સારવાર અસરગ્રસ્ત પગમાં લોહીના પ્રવાહને પુનઃસ્થાપિત કરવાનો છે અને પગ અને પંજાના કોઈપણ ઘાને સાજો કરવા માટે પૂરતો રક્ત પ્રવાહ પૂરો પાડવાનો છે. આ સર્જિકલ બાયપાસ અથવા એન્જીયોપ્લાસ્ટી દ્વારા કરી શકાય છે. પીએડી અને સીએલઆઇથી પીડિત દર્દીઓ પર સ્ટેમ સેલ થેરાપી સહિતની સંખ્યાબંધ પુનર્જીવિત થેરાપીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
આદિકુરા સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ, વડોદરાના વેસ્ક્યુલર સર્જન ડૉ. સુમિત કાપડિયાએ સેલ આધારિત થેરાપી સમજાવતા જણાવ્યું, “સેલ-આધારિત થેરાપીઓ આ દિશામાં એક નવી સીમા તરીકે ઉભરી આવી છે અને હવે તેને સીએલઆઇ માટે સંભવિત નવા ઉપચારાત્મક વિકલ્પ તરીકે ગણવામાં આવે છે. સ્ટેમ સેલ્સમાં વિવિધ પ્રકારના કોષોમાં ભિન્નતા અને ઉત્ક્રાંતિની મોટી સંભાવના હોય છે. આસપાસનું સેલ્યુલર વાતાવરણ ધીમે ધીમે સ્ટેમ સેલને ઉત્તેજિત કરે છે, પરિણામે વિશિષ્ટ સેલનું નિર્માણ થાય છે, જે તે કોશિકાઓના સમાન હોય છે જેની સાથે તેઓ સંપર્કમાં આવે છે અને વૃદ્ધિ પામે છે. આની અસરો, ખાસ કરીને નિયોએન્જીયોજેનેસિસ, નવી નાની રક્ત વાહિનીઓમાં વિકાસ કરવાની ક્ષમતા પર પડે છે. પરિણામે, રક્ત પરિભ્રમણ પુનઃસ્થાપિત થાય છે અને આ પુનઃપ્રાપ્તિ પ્રવૃત્તિઓ માટે જવાબદાર હોય છે.”
આદીકુરા સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ, વડોદરાના વેસ્ક્યુલર એન્ડ એન્ડોવાસ્ક્યુલર સર્જન ડૉ. કુશન નાણાવટીએ જણાવ્યું, “તાજેતરના તબીબી પુરાવા મુજબ, ઓટોલોગસ સેલ ટ્રીટમેન્ટમાં શ્રેષ્ઠ સંયુક્ત તબીબી પરિણામ સાથે અસાધ્ય સીએલઆઇના કુદરતી ઇતિહાસને અનુકૂળ રીતે બદલવાની ક્ષમતા છે. તેનાથી મૃત્યુદરમાં કોઇ બદલાવ લાવ્યા વિના અંગવિચ્છેદનના જોખમમાં ઘટાડો, અંગવિચ્છેદન-મુક્ત જીવન દરમાં વધારો, ઘાના રૂઝમાં સુધારો અને આરામ દરમિયાન થતી પીડામાં ઘટાડો જણાઈ આવે છે.”
પીએડીઅને સીએલઆઇ માટેના જોખમી પરિબળોમાં વૃદ્ધાવસ્થા, ધૂમ્રપાન, ઉચ્ચ કોલેસ્ટ્રોલ સ્તર, ક્રોનિક કિડની રોગ, હાયપરટેન્શન અને ડાયાબિટીસનો સમાવેશ થાય છે. વાસ્તવમાં, ધુમ્રપાન પગની રક્ત વાહિનીઓમાં લાંબા સમયની બળતરા અથવા સોજાને કારણે સીએલઆઇનું જોખમ ઘણું વધારે થઈ જાય છે. અલ્સર ઉપરાંત, સીએલઆઇથી પીડિત દર્દીઓમાં હૃદયરોગ, અંગવિચ્છેદન (એમ્પ્યુટેશન) અને મૃત્યુનું ખૂબ જ ઊંચું જોખમ હોય છે. મૂળભૂત રીતે, અંગવિચ્છેદન એ શસ્ત્રક્રિયા દ્વારા અંગને દૂર કરવામાં આવતી પ્રક્રિયા છે. જો પગની ચામડી ઠીક કરી શકતી નથી, તો પછી ચેપ અથવા ગેંગરીન વિકસી શકે છે અને છેવટે અંગવિચ્છેદન તરફ દોરી શકે છે.
બીજી બાજુ, હૃદયરોગ અને સ્ટ્રોક સીએલઆઇથી પીડિત દર્દીઓમાં મૃત્યુના મુખ્ય કારણોમાંના એક છે. આ કારણોસર, તબીબી સારવાર અથવા જોખમ પરિબળોનું નિવારણ સર્વોપરી છે. ધૂમ્રપાન છોડીને વ્યક્તિ આ જટિલતાઓને અટકાવી શકે છે. સંશોધન દર્શાવે છે કે ધૂમ્રપાન છોડવાથી, સીએલઆઇના વિકસિત થયા પછી પણ, પગના અંગવિચ્છેદનની શક્યતા ઓછી થઈ જાય છે.3 વધુમાં, હૃદયરોગના હુમલા અને અંગવિચ્છેદનના જોખમને ઘટાડવા માટે સીએલઆઇથી પીડિત તમામ દર્દીઓની સ્ટેટિન દવાઓથી સારવાર કરવી જોઈએ. તો બીજી તરફ, લોહીમાં શર્કરાના સ્તરનું તબીબી નિયંત્રણ અંગવિચ્છેદનના જોખમને ઘટાડવામાં અને ઘાના ઉપચારને સુધારવામાં મદદ કરી શકે છે.
ક્રિટિકલ લિમ્બ ઇસ્કેમિયા (સીએલઆઇ)ની સારવારમાં સ્ટેમ સેલ ઇન્જેક્શન માટેની પસંદગીની જગ્યા ઇન્ટ્રામસ્ક્યુલર છે, જે અસરગ્રસ્ત અંગના સ્નાયુના મોટા ભાગને લક્ષિત કરે છે. આ થેરાપીની અસરકારકતા સીએલઆઇ લક્ષણોમાં ઘટાડાથી પ્રમાણિત થાય છે, જેમાં અંગનો દુખાવો ઘટવો, ચાલવાના અંતરમાં સુધારો અને જીવનની ઉન્નત ગુણવત્તાનો સમાવેશ થાય છે. દર્દીઓને સામાન્ય રીતે ઓછામાં ઓછા 24 કલાક માટે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે, જોકે કેટલાક કેસ વ્યક્તિગત જરૂરિયાતોને આધારે 48થી 72 કલાક સુધીનો સમય પણ લાગી શકે છે. આ પ્રક્રિયામાં આડઅસરોનું જોખમ ન્યૂનતમ હોય છે, જેમાં સૌથી સામાન્ય ફરિયાદ એકથી બે દિવસ સુધી રહેતો હળવો તાવ છે.