અમદાવાદ : ભારતમાં અગ્રણી ગ્રીન મીડિયા પબ્લિસિટી સર્વિસિસ પ્રોવાઇડર કેશ યોર ડ્રાઇવ માર્કેટિંગ લિમિટેડે NSE ઇમર્જ સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યાંની જાહેરાત કરી છે. કંપનીના પ્રારંભિક જાહેર ભરણા (IPO)માં બુક બિલ્ડિંગ રૂટથી પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 35,42,400 ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ અને 11,37,600 ઇક્વિટી શેર્સનો ઓફર ફોર સેલ સામેલ છે. ઓફર ફોર સેલમાં સેલિંગ શેરહોલ્ડર પ્રવીણ કે ખન્ના છે. કોર્પોરેટ કેપિટલ વેન્ચર્સ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર છે તથા બિગશેર સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ રજિસ્ટ્રાર છે. કોર્પોરેટ કેપિટલ વેન્ચર્સે તાજેતરના મહિનાઓમાં નેફ્રો કેર ઇન્ડિયા લિમિટેડ, ટ્રસ્ટ ફિનટેક, ક્રિએટિવ ગ્રાફિક્સ, અલ્પેક્સ સોલર, રોકિંગડીલ્સ, એસેન્ટ માઇક્રોસેલ, ઓરિયાના પાવર, ધ્રોણાચાર્ય અને ક્રેયોન્સ એડવર્ટાઇઝિંગ વગેરે એસએમઇ આઇપીઓનું સફળ સંચાલન કર્યું છે.
નોઇડામાં મુખ્યાલય ધરાવતી કંપનીના પોર્ટફોલિયોમાં ટ્રાન્ઝિટ મીડિયા, આઉટડોર મીડિયા, ડિજિટલ વોલ પેઇન્ટિંગ મીડિયા, ઇવેન્ટ, પ્રમોશન અને ડિજિટલ માર્કેટિંગ સર્વિસિસ સામેલ છે. કંપનીની ઇકો-ફ્રેન્ડલી પહેલોથી 1100 ઇવી બસ ઉપર એડવર્ટાઇઝિંગના હકો તેણે મેળવ્યાં છે તથા સ્થાપિત ઇવી ચાર્જીંગ સ્ટેશન ઉપર એડવર્ટાઇઝિંગના રાઇટ્સ માટે વ્યૂહાત્મક કરાર કર્યાં છે, જે કેશ યોર ડ્રાઇવની ટકાઉ કામગીરી પ્રત્યેની કટીબદ્ધતા દર્શાવે છે. ડીઆરએચપી મૂજબ કેશ યોર ડ્રાઇવ આઇપીઓમાંથી પ્રાપ્ત ભંડોળના રૂ. 27 કરોડ કાર્યકારી મૂડીની જરૂરિયાતો તથા બાકીની રકમનો ઉપયોગ કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાની દરખાસ્ત છે. કંપનીએ સ્ટેશનો પર જાહેરાત અધિકારો સાથે 10 વર્ષ માટે 112 ઇવી ચાર્જિંગ સ્ટેશન અને બેટરી સ્વેપિંગ સ્ટેશન સ્થાપવા માટે CREST અને HITES પાસેથી ઓર્ડર મેળવ્યા છે.