બેંગ્લોર: ગયા અઠવાડિયે મિલાનમાં આયોજિત સફળ વૈશ્વિક વનપ્લસ સમર લૉન્ચ ઇવેન્ટને પગલે, વૈશ્વિક ટેક્નોલોજી બ્રાન્ડ, વનપ્લસે અત્યંત અપેક્ષિત, એટલે કે બ્રાન્ડના નવીનતમ અત્યાધુનિક ઉપકરણો વનપ્લસ નોર્ડ 4 અને વનપ્લસ પેડ 2ના ઓપન સેલની જાહેરાત કરી, જે વનપ્લસના તમામ ઉપકરણોની જેમ ઝડપી અને સરળ અનુભવ પ્રદાન કરે છે. વનપ્લસ પેડ 2 અને વનપ્લસ નોર્ડ 4 અનુક્રમે 1લી ઓગસ્ટ અને 2જી ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યેથી ઉપલબ્ધ થશે. વનપ્લસ નોર્ડ 4 અને વનપ્લસ પેડ 2 સમગ્ર OnePlus.in, Amazon.in, વનપ્લસ સ્ટોર એપ, વનપ્લસ એક્સપિરિયન્સ સ્ટોર્સ અને અન્ય મુખ્ય ઑફલાઇન પાર્ટનર સ્ટોર્સ જેમ કે રિલાયન્સ ક્રોમા, વિજય સેલ્સ, બજાજ ઇલેક્ટ્રોનિક અને અન્ય ઑફલાઇન પાર્ટનર પર ઉપલબ્ધ થશે. વનપ્લસ પેડ 2 ફ્લિપકાર્ટ અને Myntra પર પણ ઉપલબ્ધ હશે.
વનપ્લસ નોર્ડ 4
વનપ્લસ નોર્ડ 4 એ 5G યુગમાં એકમાત્ર મેટલ યુનિબોડીવાળું સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોન મેટલ ડિઝાઈન ધરાવે છે, જેની જાડાઈ માત્ર 7.99mm છે અને જે લોકોનું મનપસંદ એલર્ટ સ્લાઈડર ધરાવે છે, જે એલ્યુમિનિયમથી, ચોક્કસ માપદંડોને અનુરૂપ બનાવવામાં આવેલ છે. આ મોબાઈલ 5,500mAh બેટરી ધરાવે છે, જે વનપ્લસ નોર્ડ નંબર સિરીઝમાં વપરાતી સૌથી મોટી બેટરી છે, જેમાં 100W SUPERVOOC ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માત્ર 28 મિનિટમાં તે 1-100% સુધી ચાર્જ થઇ જાતી બેટરી, માત્ર પાંચ-મિનિટના ટોપ-અપ સાથે તમે પાંચ કલાક તેનો ઉપયોગ કરી શકો છો. બેટરી હેલ્થ એન્જીનના કારણે વનપ્લસ નોર્ડ 4 ની બેટરી તેની મૂળ ક્ષમતાના 80% થી વધુ સાથે, ચાર વર્ષ સુધી ઉપયોગ કરી શકાય છે અને તેને 1,600 વખત ચાર્જ કરી શકાય છે.
અદભુત ડિઝાઇનને પગલે, વનપ્લસ નોર્ડ 4 મહત્વપૂર્ણ હાર્ડવેર- સ્નેપડ્રેગન 7+ જેન 3 પ્રોસેસરથી સજ્જ છે , જે આ વર્ષનું સૌથી નવું પ્રોસેસર છે, જે Qualcom AI એન્જિન સાથે પ્રમાણભૂત સ્નેપડ્રેગન 7 ચિપ્સ કરતાં ઘણું આધુનિક છે. આ ઉપકરણને ચાર મુખ્ય એન્ડ્રોઇડ અપડેટ્સ અને છ વર્ષના સેફટી અપડેટ્સ દ્વારા બેક-અપ કરવામાં આવેલ છે, જે વનપ્લસ દ્વારા ઓફર કરવામાં આવેલ સૌથી લાંબો સપોર્ટ પેકેજ છે. નોર્ડ 4માં 93.5% સ્ક્રીન-ટુ-બોડી રેશિયો અને 2,150 નિટ્સની શ્રેષ્ઠ બ્રાઇટનેસ સાથે આકર્ષક 6.74-ઇંચ ફ્લેટ AMOLED ડિસ્પ્લે છે. તે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન સાથે 50-મેગાપિક્સલનો સોની મૈન કેમેરા સેન્સર, 112-ડિગ્રી 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ સેન્સર અને 16-મેગાપિક્સલનો સોની સેલ્ફી કૅમેરો ધરાવે છે.
વનપ્લસ નોર્ડ 4 ના ઓપન સેલની કિંમત અને ઑફર્સ
રૂ. 29,999 થી શરૂ થતું વનપ્લસ નોર્ડ 4 2જી ઓગસ્ટ 2024 થી ભારતીય માનક સમય પ્રમાણે બપોરે 12 વાગ્યાથી ઓપન સેલ માટે ઉપલબ્ધ થશે અને તે 8+ 128GB, 8+ 256GB અને 12+256GB વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે. આ સ્માર્ટફોન મર્ક્યુરીયલ સિલ્વર, ઓબ્સિડીયન મિડનાઈટ અને ઓએસિસ ગ્રીન કલર જેવા વિકલ્પોમાં ઉપલબ્ધ થશે.
કિંમત | 8+ 128GB: રૂ. 29,999 8+ 256GB: રૂ. 32,999 12+256GB: રૂ. 35,999 |
બેંક ઑફર્સ (ક્રેડિટ અને ડેબિટ કાર્ડ બંને પર માન્ય) | ● ICICI બેંક અને વનકાર્ડના ગ્રાહકો વનપ્લસ નોર્ડ 4 (8+ 256GB અને 12+256GB વેરિયન્ટ્સ) પર રૂ. 3,000 નું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ અને 8+128GB વેરિઅન્ટ પર રૂ. 2,000 ફ્લેટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે ● ગ્રાહકો પસંદગીના બેંક કાર્ડ્સ પર 6 મહિના સુધી નો કોસ્ટ EMI પણ મેળવી શકે છે |
સ્ટુડન્ટ ડિસ્કાઉન્ટ | ● વિદ્યાર્થીઓ તેમની ખરીદી પર રૂ. 600 નું વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. |
રેડ કેબલ ક્લબ ઑફર્સ | ● રેડ કેબલ ક્લબના સભ્યો ફ્રી સ્ક્રીન પ્રોટેક્શન પ્લાનનો લાભ લઈ શકે છે. |
પેપર ફાઇનાન્સ ઓફર્સ | ● ગ્રાહકો બજાજ ફાઇનાન્સ, HDBFS અને ICICI બેંક કન્ઝ્યુમર લોન સાથે 11 મહિના સુધી નો કોસ્ટ EMI નો લાભ મેળવે છે |
વનપ્લસ પેડ 2
વનપ્લસ પેડ 2 ની જાડાઈ માત્ર 6.49mm અને તેનું વજન માત્ર 584g છે, જે આકર્ષક ડિઝાઇનમાં શક્તિશાળી પ્રદર્શન આપે છે. તેની આકર્ષક નિમ્બસ ગ્રે ઓલ-મેટલ યુનિબોડી મજબૂતી સાથે સુંદરતા જોડે છે. આ ટેબ્લેટ 7:5 આસ્પેક્ટ રેશિયો, 900 નીટસ પીક બ્રાઇટનેસ અને 303 PPI પર 3,000 x 2,120 પિક્સેલનું રિઝોલ્યુશન સાથેનું ઉદ્યોગમાં શ્રેષ્ઠ, 12.1-ઇંચ 3K ડિસ્પ્લે ધરાવે છે. Dolby Vision® દ્વારા સમર્થિત આ ડિસ્પ્લે અદભુત સ્પષ્ટતા, વાઇબ્રન્ટ રંગો અને શ્રેષ્ઠ વિઝ્યુઅલ અનુભવ માટે ઉત્તમ કોન્ટ્રાસ્ટ પ્રદાન કરે છે.
મજબૂત 9,510mAh બેટરીથી સજ્જ, વનપ્લસ પેડ 2 43 દિવસ સુધીનો સ્ટેન્ડબાય સમય આપે છે અને 67W SUPERVOOC ફ્લેશ ચાર્જ ટેક્નોલોજી સાથે માત્ર 81 મિનિટમાં ફૂલ ચાર્જ થઈ શકે છે. તે અદભુત ફોટોગ્રાફી માટે 8MP ફ્રન્ટ કેમેરા અને 13MP રીઅર કેમેરા પણ ધરાવે છે.
વપરાશકર્તાની કાર્યક્ષમતામાં ખરેખર ફેરફાર લાવવા માટે અતુલ્ય હાર્ડવેર અને OS સેટઅપ સાથે મળીને વનપ્લસ પેડ 2 વિવિધ AI ફીચર્સ પ્રદાન કરે છે. AI Toolbox3 ના કારણે વપરાશકર્તાઓ મલ્ટિટાસ્કિંગ દરમિયાન AI સ્પીક, જે ટેક્સ્ટને મોટેથી વાંચે છે, તેની મદદથી તેમનું કામ ઝડપથી પૂરું કરી શકે છે. કોલ ઓન રેકોર્ડિંગ Summary4 થી ટેક્સ્ટને લાંબા ફકરાઓમાંથી મુખ્ય મુદ્દાઓમાં પરિવર્તિત કરી શકે ચ અને ઇમેજ અને ટેક્સ્ટ પ્રોમ્પ્ટ પર આધારિત મૂળ કન્ટેન્ટ બનાવવામાં મદદ માટે AI રાઈટરનો ઉપયોગ કરી શકે છે.
પેડ 2 ના ઓપન સેલની કિંમત અને ઑફર્સ
ભારતમાં, વનપ્લસ પેડ 2 ની કિંમત 8GB+128GB વર્ઝન માટે રૂ. 39,999 અને 12GB+256GB વર્ઝન માટે રૂ. 42,999 છે; અને 1લી ઓગસ્ટ 2024થી ભારતીય સમય અનુસાર બપોરે 12 વાગ્યાથી ઓપન સેલ શરૂ થશે. તે 8GB + 128GB અને 12GB + 256GB વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે.
ગ્રાહકો 1લી ઓગસ્ટ 2024 થી 7મી ઓગસ્ટ 2024 વચ્ચે વનપ્લસ પેડ 2 ખરીદવા પર નીચે દર્શાવેલ ડિસ્કાઉન્ટ અને ઑફર્સનો લાભ લઈ શકે છે.
કિંમત | 8GB + 128GB: રૂ. 39,999 12GB + 256GB: રૂ. 42,999 |
બેંક ઑફર્સ | ● ICICI બેંક અને વનકાર્ડના ગ્રાહકો વનપ્લસ પેડ 2 પર રૂ. 2000 નું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. ● ગ્રાહકો પસંદગીના બેંક કાર્ડ્સ પર 9 મહિના સુધી નો કોસ્ટ EMI મેળવી શકે છે ● વપરાશકર્તાઓ જૂના ટેબ્લેટ અથવા સ્માર્ટફોનથી અપગ્રેડ કરવા માટે રૂ. 3,000 નું વધારાનું એક્સચેન્જ બોનસ અને વનપ્લસ ટેબ્લેટ અથવા સ્માર્ટફોનમાંથી રૂ. 5,000 નો લાભ લઈ શકે છે |
રેડ કેબલ ક્લબ ઑફર્સ | ● RCC સભ્યો OnePlus.in અને વનપ્લસ સ્ટોર એપ પર વધારાના રૂ. 1000 કૂપનનો લાભ લઈ શકે છે |
એસેસરીઝ પર ડિસ્કાઉન્ટ | ● વનપ્લસ પેડ 2 ખરીદવા પર, ખરીદદારો 1લી ઓગસ્ટથી વનપ્લસ સ્ટાઈલો 2, વનપ્લસ સ્માર્ટ કીબોર્ડ 2 અને વનપ્લસ ફોલિયો કેસ 2 પર 50% નું વધારાનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે. |