કાઠમંડુ : નેપાળની રાજધાની કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન એક પ્લેન ક્રેશ થવાણી દુર્ઘટના બની હતી, જેમાં ૧૮ લોકોના મોત થયા હતા. સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ નેપાળએ જણાવ્યું કે વિમાનમાં સવાર ૧૯ લોકોમાંથી ૧૮ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર પ્લેનના કેપ્ટન મનીષ શાક્યને બચાવી લેવામાં આવ્યા છે. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. સૌર્ય એરલાઈન્સના પ્લેન ની આ દુર્ઘટના હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ટેકઓફના થોડા સમય બાદ જ પ્લેન જમીન પર પડી ગયું અને આગના ગોળામાં લપેટાઈ ગયું. દુર્ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે પ્લેન રનવે પરથી ટેકઓફ થયું ત્યાં સુધી બધુ બરાબર હતું. પરંતુ થોડીવારમાં જ વિમાને તેનું સંતુલન ગુમાવી દીધું હતું.
આ પ્લેન ક્રેશની દુર્ઘટના સવારે ૧૧ વાગ્યાની આસપાસ થઈ જ્યારે પ્લેન રનવે પરથી સરકી ગયું અને આગ લાગી. ઘટનાસ્થળના ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે વિમાન આગમાં ભડકતા પહેલા રનવે પરથી ઝડપથી નીચે ઉતરી રહ્યું છે. આગ લાગ્યા બાદ કાટમાળમાંથી કાળો ધુમાડો નીકળતો દેખાઈ રહ્યો છે. બોમ્બાડિર્યર ઝ્રઇત્ન૨૦૦ એરક્રાફ્ટમાં એરલાઇનના માત્ર ટેકનિકલ કર્મચારીઓ હતા. ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ ના ઈન્ફોર્મેશન ઓફિસર જ્ઞાનેન્દ્ર ભુલે જણાવ્યું હતું કે, “વિમાનમાં કોઈ મુસાફરો ન હતા પરંતુ કેટલાક ટેકનિકલ કર્મચારીઓ હતા.
ફ્લાઇટ રડાર ૨૪ મુજબ, સૌર્યા નેપાળમાં બે બોમ્બાડિર્યર CRJ200 પ્રાદેશિક જેટ સાથે સ્થાનિક ફ્લાઇટ્સનું સંચાલન કરે છે, બંને લગભગ ૨૦ વર્ષ જૂના છે. જાન્યુઆરી ૨૦૨૩ માં યેતી એરલાઇન્સની દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૭૨ લોકો માર્યા ગયા હતા, જે પાછળથી પાઇલોટ્સ દ્વારા આકસ્મિક રીતે પાવર ડિસ્કનેક્ટ થવાને આભારી હતો.
આ દુર્ઘટના બાબતે મળતી માહિતી મુજબ સૌર્ય એરલાઈન્સ નું પ્લેન ટેક ઓફ દરમિયાન ક્રેશ થયું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે પ્લેન એક તરફ નમ્યું હતું, પ્લેન જમણી તરફ નમતું હતું તેની થોડી જ ક્ષણોમાં તે રનવેથી થોડા અંતરે પડી ગયું હતું. પ્લેન જમીન પર પટકાતાની સાથે જ તેમાં આગ લાગી અને એરપોર્ટ પર ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા. આગ એટલી ભયાનક હતી કે વિમાનમાં સવાર તમામ લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા.
સૂર્યા એરલાઈન્સની ઓફિશિયલ વેબસાઈટ અનુસાર, એરક્રાફ્ટના કેપ્ટન મનીષ રત્ન શાક્ય માત્ર એરક્રાફ્ટના પાઈલટ જ નહીં પરંતુ એરલાઈનમાં ચીફ ઓફ ઓપરેશન્સ પણ છે.તેમની LinkedIn પ્રોફાઇલ અનુસાર, તેઓ ૯ વર્ષથી વધુ સમયથી એરલાઇન્સમાં કામ કરી રહ્યા છે. આ પહેલા તેણે સિમ્રિક એરલાઈન્સમાં ત્રણ વર્ષ સુધી કામ કર્યું હતું. તેણે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાંથી અભ્યાસ પૂરો કર્યો હતો.