અમદાવાદ : શહેરમાં ફરી એક વાર નકલી અધિકારી બનીને ગુનો કરવાનો કિસ્સો સામે આવ્યો છે, આ બાબતે પ્રાથમિક માહિતી મુજબ,PMO, CBI અને NIA જેવી એજન્સીઓનાં અધિકારી તરીકે ઓળખ આપીને આરોપીએ અલગ-અલગ હોટેલમાંથી મોંઘુંદાટ જમવાના પાર્સલ મંગાવ્યા હતા. આમ, આરોપીએ રૂ.૧૮,૩૦૦ ની છેતરપિંડી આચરી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદનાં બોપલ વિસ્તારમાં રહેતા રૂપેશ દોશી નામના વ્યક્તિ વિરુદ્ધ નકલી સરકારી અધિકારી બની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, રૂપેશ દોશીએ વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૪ દરમિયાન AMC નાં ફૂડ વિભાગનાં અધિકારી સાથે છેતરપિંડી આચરી હતી. બોપલનાં રહેવાસી રૂપેશ દોશી વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદમાં થયેલ આરોપ મુજબ, વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૪ દરમિયાન રૂપેશે PMO,NIA અને CBI જેવી એજન્સીના અધિકારી તરીકે ઓળખ આપી AMC નાં ફૂડ વિભાગનાં અધિકારી સાથે છેતરપિંડી આચરી હતી. ઉપરાંત, શહેરની અલગ-અલગ હોટેલોમાંથી જમવાનાં પાર્સલ પણ મંગાવ્યા હતા. આમ, રૂપેશે રૂ. ૧૮,૩૦૦ ની છેતરપિંડી કરી હતી. આ મામલે જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચમાં (Crime Branch) ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલે પોલીસે રૂપેશ દોશી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.