લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ,જેમાં 1.4 મિલિયનથી વધુ લિયો અને લાયન સભ્યો છે, એમના ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ ફેબ્રિસિયો ઓલિવિરા બ્રાઝીલથી, 19 થી 23 જુલાઈ 2024 દરમિયાન ગુજરાતની મુલાકાત માટે આવ્યા છે. એમના હસ્તે ક્લબ o7 માં ડીસ્ટ્રીકટ ગવર્નર તરીકે દક્ષેશ સોનીનો installation ceremony કાર્યક્રમ યોજાયો. Installation ઓફિસર પાસ્ટ district governor મુકેશ પટેલે બધા કેબિનેટ મેમ્બર્સ અને કાર્યકારી ટીમનો પ્રતિજ્ઞા વિધિને વિધિવત કર્યા . કાર્યક્રમમાં પાસ્ટ ઇન્ટરનેશનલ ડિરેક્ટર પ્રવીણ છાજેડ પણ હાજર હતા.
આ મુલાકાત દરમિયાન લાયન્સ ક્લબ અમદાવાદના આગામી પ્રોજેક્ટ લાયન્સ જનરલ હોસ્પિટલની મુલાકાત લેશે અને 25 નવા ક્લબોની સ્થાપના કરશે. લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલના પ્રમુખ ફેબ્રિસિયો ઓલિવિરાએ સિવિલ હોસ્પિટલમાં પિડિયાટ્રિક કેન્સર વિભાગની મુલાકાત લીધી, જ્યાં તેમણે બાળકોને ઉપયોગી કીટનું વિતરણ કર્યુ હતું. ત્યારબાદ તેમણે સિવિલ હોસ્પિટલ સામેના લાયન્સ ક્લબ અમદાવાદના કાયમી પ્રોજેક્ટ વિશ્રાંતિ ગ્રુહની મુલાકાત લીધી હતી. તેઓએ આ મુલાકાત દરમિયાન જરૂરીયાતમંદોને સિલાઈ મશીન અને વ્હીલચેર વિતરણ કર્યુ હતું. ત્યારબાદ ઝુંડાલ ખાતે લાયન્સ કિચનની ઉદઘાટન કર્યુ હતું.
લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલના પ્રમુખ ફેબ્રિસિયો ઓલિવિરાએ તેમની ગુજરાત મુલાકાત દરમિયાન ૨૨ જુલાઈએ લાયન્સ આઈ હોસ્પિટલ, લાયન્સ કિડની ડાયાલિસિસ સેન્ટર, લાયન્સ બ્લડ બેંક અને LML સ્કૂલ જેવા લાયન્સ ક્લબ અમદાવાદના કેટલાક મુખ્ય પ્રોજેક્ટ્સની મુલાકાત લેશે અને તેમના આંતરરાષ્ટ્રીય સેવાકીય અનુભવો જણાવશે. તેઓ લાયન્સ ક્લબ અમદાવાદના આગામી પ્રોજેક્ટ લાયન્સ જનરલ હોસ્પિટલની દેખરેખ કરશે, જે મે 2025માં LCIF ગ્રાન્ટના 2.5 કરોડ રૂપિયાથી વધુ સહાયથી ઉદઘાટિત થશે.
એક મહત્વપૂર્ણ વિકાસમાં, 25 નવી ક્લબોની સ્થાપના કરવામાં આવશે અને સંગઠનમાં 1,500થી વધુ નવા લાયન સભ્યોની ઉમેરણીની જાહેરાત કરવાનો ગર્વ અનુભવીએ છીએ. આ અદભૂત વૃદ્ધિ લાયન્સના સભ્યોની સમર્પણ અને પ્રતિબદ્ધતાનો પુરાવો છે અને પ્રમુખ ઓલિવેરાની મુલાકાતને યોગ્ય આવકાર આપે છે. સમાજસેવા અને સભ્યત્વ વૃદ્ધિમાં ગુજરાત હંમેશા અગ્રેસર છે, જે અમારા અડગ સમર્પણ અને સમુદાય સેવાના પ્રતિબદ્ધતાને દર્શાવે છે.