બોલિવુડના જકાસ કપૂર એટલેકે અનિલ કપૂરની દિકરી સોનમ કપૂરના લગ્નની અફવા ઘણા દિવસથી ચર્ચાનો વિષય બની હતી. સોનમ અને તેનો ખાસ મિત્ર આનંદ આહુજા અવાર નવાર પાર્ટીમાં સાથે જોવા મળતા હતા અને બાદમાં તે પરિવારની પાર્ટીમાં પણ જોવા મળતા હતા. તે જોઇને મિડીયામાં અફવાએ જોર પકડ્યું હતુ કે સોનમના લગ્ન આનંદ સાથે જ થવાના છે.
સોનમ અને આનંદ બંનેના પરિવાર આ અફવા ઉપર કાંઇ જ બોલ્યા ન હતા. અનિલ કપૂરે પહેલા પણ જણાવ્યુ હતુ કે સોનમના લગ્નની વાતને મિડીયાથી છુપાવવામાં નહી આવે, જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે મિડીયાને જણાવી દેવામાં આવશે.
હાલમાં જ સોનમ અને આનંદના પરિવારે જણાવ્યુ છે કે બંનેના લગ્ન 8 મેના રોજ મુંબઇમાં જ થશે. અનિલ કપૂરે રિકવેસ્ટ કરી છે કે તેમના પરિવારની પ્રાઇવસીને પ્રાઇવેટ જ રાખે. બધાની શુભકામના બદલ આભાર.
સોનમની ફિલ્મ વિરે દી વેડિંગ 1 જૂનના રોજ રિલીઝ થવાની છે. જેમાં સોનમની સાથે કરીના કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાનિયા પણ લીડ રોલમાં છે.