ભારતમાં કરાટેને લઈને જાગૃતિ આવે તેમજ કરાટે સાથે સંકળાયેલ સંસ્થાઓ અને લોકોને પ્રોત્સાહન મળે તે આશયથી સ્નેહશિલ્પ ફાઉન્ડેશનના માધ્યમથી કરાટે માટેની દેશની રાષ્ટ્રીય સંસ્થા નેશનલ કરાટે ફેડરેશન હવે ગુજરાતમાં આવી રહ્યું છે. નેશનલ કરાટે ફેડરેશન દેશની રજીસ્ટર્ડ સંસ્થા છે જે પરંપરાગત કરાટે, નોન કોન્ટેકટ કરાટે અને ફુલ કોન્ટેકટ કરાટે એમ ત્રણેય ફોર્મેટને સ્પોર્ટ છે.
ઉલ્લેખનીય છે કે, કરાટેની રમતને પ્રોત્સાહન આપવા તેમજ લોકોમાં કરાટેને લઈને જાગૃતિ આવે તે માટે થઈને નેશનલ કરાટે ફેડરેશનની ગુજરાતમાં શરૂઆત થવા જઈ રહી છે. ડ્રગ્સ ફ્રી ફ્યુચર માટે સતત કાર્યરત રહેતા સ્નેહશિલ્પ ફાઉન્ડેશનના ફાઉન્ડર શ્રીમતી સ્નેહલબેન બ્રહ્મભટ્ટને નેશનલ કરાટે ફેડરેશનના ગુજરાત એકમના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેમજ શ્રીમતી ચિલકા જૈનને વાઇસ પ્રેસિડેન્ટ, ઝાલા દુષ્યંતસિંહને સેક્રેટરી,મકવાણા નિતેશને જોઈન્ટ સેક્રેટરી, દક્ષાબેન મકવાણાને ખજાનચી અને શિયાળ ચિરાગને કોર ટિમ મેમ્બર બનાવવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, નેશનલ કરાટે ફેડરેશનનું ગુજરાતમાં આગમન થઈ રહ્યું છે ત્યારે આ ફેડરેશન દ્વારા તમામ ટ્રેનરને પૂરતી ટ્રેનિંગ આપવામાં આવશે તેમજ ગુજરાતમાં વધુને વધુ લોકોમાં કરાટેની જાગૃતિ આવે તેમજ લોકો સેલ્ફ ડિફેન્સને લઈને લોકો જાગૃત થાય તે માટે આ સંસ્થા સતત કાર્યરત રહેશે.