લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ એ વિશ્વની સૌથી મોટી સેવાકીય ક્લબ સંસ્થા છે. લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ પાસે 206 થી વધુ દેશો અને ભૌગોલિક વિસ્તારોમાં 45,000 થી વધુ ક્લબમાં 1.35 મિલિયન સભ્યો છે.નવા લાયન્સ ક્લબ સરખેજ સભ્યોએ હર્ષો ઉલ્લાસ સાથે આ ઇન્સ્ટોલેશન સેરેમોનીમાં ભાગ લીધો હતો.
લાયન્સ ક્લબ સરખેજના પ્રેસિડેન્ટ ના સુબોજિત સેને એ આ પ્રસંગે જણાવ્યું હતું કે,લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ની આ વર્ષ ની થીમ છે લાયન્સ અનસ્ટોપેબલ. જે રીતે છેલ્લા ૧૦6 વર્ષથી લાયન્સ ગ્રુપ અવિરત રીતે સેવાકીય કાર્ય કરતુ આવ્યું છે એવી જ રીતે આ વર્ષમાં લાયન દ્વારા ગૌસેવા, પર્યાવરણ લક્ષી અને બીજા અનેક કાર્યક્રમો કરવામાં આવશે.
ભૂતપૂર્વ ડીસ્ટ્રીક ગવર્નર મુકેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું લાયન્સ ગ્રુપે આ વખતે ‘અનસ્ટોપેબલ લાયન્સ’ દ્રારા નવયુવાનો ને સાથે જોડી ને યુવાન પેઢી ને પણ સામાજિક પ્રવુતિઓ મા જોડાવાનો પ્રયાસ કરશે