જુલાઈ મહિનાની શરૂઆત ગ્રાહકો માટે સારા સમાચાર સાથે થઈ રહી છે. ઓઈલ કંપનીઓએ એલપીજીના ભાવમાં ઘટાડો કરવાનો ર્નિણય લીધો છે. આજથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સિલિન્ડરની કિંમતમાં ૩૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેલ કંપનીઓએ જુલાઈની શરૂઆતમાં ર્નિણય લીધો હતો કે ૧૯ કિલોના કોમશિર્યલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૩૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે.
ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોની વાત કરીએ તો દિલ્હીમાં ૧૪.૨ કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત ૮૦૩ રૂપિયા છે. મુંબઈમાં તેની કિંમત ૮૦૨.૫૦ રૂપિયા છે, જે કોલકાતા, ચેન્નાઈ, દિલ્હી કરતાં સસ્તી છે. કોલકાતામાં ૧૪.૨ KG LPGસિલિન્ડરની કિંમત ૮૨૯ રૂપિયા છે. જ્યારે ચેન્નાઈમાં તે ૮૧૮.૫૦ રૂપિયા છે. ૧૯ કિલોના કોમશિર્યલ ગેસ સિલિન્ડરની વાત કરીએ તો દિલ્હીમાં તેની કિંમત ૧ જુલાઈથી વધીને ૧૬૪૬ રૂપિયા થઈ ગઈ છે, જે પહેલા ૧૬૭૬ રૂપિયા હતી. તે મુંબઈમાં ૧૫૯૮ રૂપિયા, કોલકાતામાં ૧૭૫૬ રૂપિયા અને ચેન્નાઈમાં ૧૮૦૯.૫૦ રૂપિયા થઈ ગયો છે.