વડોદરા :અગ્રણી વોશર્સ અને ટ્યુબ જેવાં હાઇ-પ્રિસિઝન એન્જિનિયરીંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરીંગ લિમિટેડ (બીએસઇઃ રત્નવીર)એ પ્રેફરેન્શિયલ ફાળવણી દ્વારા રૂ. 95 કરોડ ઊભાં કરવાની તેની યોજના જાહેર કરી છે. રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરીંગ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર વિજય સંઘવીએ જણાવ્યું હતું કે, કંપની 28 જૂન, 2024ના રોજ તેની બોર્ડ મીટીંગ યોજશે, જ્યાં સદસ્યો સમક્ષ પ્રેફરેન્શિયલ ફાળવણી દ્વારા ભંડોળ ઊભું કરવાની દરખાસ્ત રજૂ કરાશે. બોર્ડ કંપનીની ઓથોરાઇઝ્ડ શેર કેપિટલ વધારવાની તથા કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિયેશનમાં ફેરફારની પણ દરખાસ્તને ધ્યાનમાં લેશે. તે નોન-કન્વર્ટિબલ રિડીમેબલ પ્રેફરન્સ શેરની શરતોને કન્વર્ટિબલ રિડીમેબલ પ્રેફરન્સ શેર્સમાં ફેરફાર કરવાની પણ વિચારણા કરશે. બોર્ડ ભંડોળ ઉભું કરવા માટે એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટીંગ બોલાવવાની નોટીસની મંજૂરી પણ માગશે.
રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરીંગ લિમિટેડ મજબૂત વૃદ્ધિ સાથે આગેકૂચ કરી રહી છે. કંપનીનો ચોખ્ખો નફો નાણાકીય વર્ષ 2024માં 23.94 ટકા વધીને રૂ. 31.04 કરોડ થયો છે. આ વૃદ્ધિ મજબૂત પ્રદર્શન અને વ્યૂહાત્મક વૃદ્ધિનો પુરાવો છે. કંપની મુખ્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં તેની ઉપસ્થિતિને મજબૂત કરી રહી છે, જેથી આવક વૃદ્ધિમાં નોંધપાત્ર યોગદાન આપી શકાય. આ ઉપરાંત તે સંરક્ષણ ક્ષેત્રમાંથી પાઇપ ડિવિઝન માટે આવકની નવી સ્રોતો પણ વિકસાવવા ઉપર ધ્યાન આપી રહી છે, જે ઉજ્જવળ ભવિષ્યની સંભાવનાની ખાતરી આપે છે.