આધ્યાત્મિતક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન પર કામ કરતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગરમાં VUF IAS એકેડમીની શરૂઆત કરવામાં આવી છે. જેમાં સમાજના દીકરા અને દીકરીઓ IAS- IPS અને GPSC-UPSC એવમ્ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી શકશે. રવિવારે VUFIC, (વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસ)નું વિધિવત શરૂઆત ગાંધીનગર ખાતે કરવામાં આવી છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા એવમ્ પ્રમુખશ્રી આર.પી.પટેલની ગરીમામય ઉપસ્થિતમાં VUFICને ખુલ્લુ મુકાયુ છે. આ ઉદ્ધાટન પ્રસંગે મુખ્ય અતિથી તરીકે રાજ્ય સરકારના પ્રિન્સિપાલ સેક્રેટરી શ્રી અશ્વિનીકુમાર, અતિથિ વિશેષ તરીકે IT કમિશનર શ્રી સંજય પુંગલિયા, મોરબીના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા અને ગુજરાત વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલર શ્રી હર્ષદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. VUFICના ઉદ્ધાટન ઉપરાંત યુ.પી.એસ.સી પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વાત કરતા સંસ્થાના પ્રણેતા એવમ્ પ્રમુખ આર.પી પટેલ જણાવે છે કે ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓનો માહોલ વધુ અસરકારક બને અને હોશિયાર ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ ઓફિસર બની શકે તે માટે ગુજરાતી વિદ્યાર્થીઓ યુપીએસસીની પરીક્ષામાં વધુને વધુ ફોર્મ ભરી અને બેસે તે પ્રકારનું આહવાન કર્યું હતું. વધુમાં તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે એક ચોક્કસ દિશા નક્કી હોય ત્યારે તમે જે ચાહો તે હાંસલ કરી શકો છો. આ ઉપરાંત વિધિવત ઉદ્ઘાટન કર્યા બાદ અશ્વિનીકુમાર સાહેબ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતી વિદ્યાર્થીઓ વધુને વધુ લાભ લે તે માટે આહવાન કરવામાં આવ્યું હતું. તથા તેમણે જણાવ્યું કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા ખૂબ પાયાનું કામ કરી રહી છે. સાથો સાથ IT કમિશનર સંજય પુંગલિયાએ પ્રસંગોચીત ઉદબોધન કર્યું હતું. પબ્લિક સર્વિસમાં સર્વિસ એટલે કે સેવાનું મહત્વ શું છે તેના વિશે વિસ્તૃત માહિતી આપતા તેમણે ઓનેસ્ટી અને ઇન્ટેગ્રિટી બંને શબ્દોને સાચા અર્થમાં પરિભાષિત કર્યા.ગીતાના શ્લોક ના માધ્યમથી આજના યુવાનોને ઓનેસ્ટ ઓફિસર બનીને તમે વધુ સારી રીતે કાર્ય કરી શકો તે રીતનું માર્ગદર્શન આપ્યું.
ઉલ્લેખનીય છે કે હાલમાં જી.પી.એસ.સી વર્ગ 1 અને 2 ની પરીક્ષા (જાહેરાત ક્રમાંક 47) માટે વિદ્યાર્થીઓને રહેવા જમવાની સુવિધા VUFIC દ્વારા આપવામાં આવશે. જેનું રજીસ્ટ્રેશન ( edu.vishvumiyafoundation.org/vufics/) પર કરી શકાશે. મહત્વનું છે કે VUFICS સંસ્થાએ GPSC માં ઇન્ટરવ્યૂનું આયોજન કર્યું હતું જેમાં 38 વિદ્યાર્થીઓનું સીલેકશન થયું હતું. તે ઉપરાંત Veterinary Officer Class-2નાં મોક ઇન્ટરવ્યૂનું આયોજન કર્યું હતું જેમાં 16 ઉમેદવારોનું સીલેકશન થયું છે. આવી જ રીતે આ સંસ્થા ભવિષ્યમાં વિદ્યાર્થીઓને એક દિશા આપતું રહે તે હેતુસર વિધિવત શરૂઆત થઈ ચૂકી છે.