કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે લાહૌલ અને સ્પીતિમાં બચાવ કામગીરી હાથ ધરવા બદલ ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસની માઉન્ટેન રેસ્ક્યુ ટીમને બિરદાવી છે.
એક પોસ્ટમાં અમિત શાહે કહ્યું કે “અમારા બહાદુર હિમવીર પર ગર્વ છે. આઇટીબીપી માઉન્ટેન રેસ્ક્યુ ટીમે તાજેતરમાં લાહૌલ અને સ્પીતિમાં ઊંચા પર્વતીય ખડકો પર એક પડકારજનક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને પેરાગ્લાઈડિંગ વખતે અકસ્માતમાં જીવ ગુમાવનાર અમેરિકન નાગરિકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. સ્થાનિક વહીવટીતંત્રની વિનંતી પર, આઇટીબીપી ટીમના સભ્યોએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો અને માનવતાવાદી હેતુ માટે નશ્વર અવશેષોને પુનઃપ્રાપ્ત કરવા માટે પર્વતોમાં ૧૪,૮૦૦ ફૂટ ઊંચાઈ પર ચઢ્યા. માનવતા પ્રત્યેનું તેમનું સમર્પણ પ્રશંસનીય છે.”