ભગવાન શ્રી પરશુરામની શોભાયાત્રા શ્રી કર્ણમુક્તેશ્વર મહાદેવથી નીકળી રાયપુર દરવાજા- વેદમંદિર થઇ ફૂટબોલ ગ્રાઉન્ડ પહોચશે જેમાં અમદાવાના વિવિધ વિસ્તારો માંથી સમાજના વિભાગો દ્વારા શોભાયાત્રા સ્વરૂપે પોતાના વિસ્તાર માંથી નીકળી અને મુખ્ય શોભાયાત્રામાં જોડાશે. નદી પરના વિભાગો ના વિસ્તાર બોપલ-મેમનગર-નારણપુરા-પાલડી-વાસણા-જીવરાજ પાર્ક-વેજલપુર-સરખેજ- સાબરમતી-રાણીપ-નારોલ-લાંભા-અસલાલી-બારેજાના ભૂદેવો બોપલથી સોલા-શિવરંજની ચાર રસ્તા ભેગા થઇ-મેડીલીંક હોસ્પિટલ -શ્યામલ ચાર રસ્તા -સીમા હોલ-વસ્ત્રાપુર-ક્રોસિંગ -બુટભવાની વેજલપુર ચાર રસ્તા -જલતરંગ બસસ્ટોપ-આશાપુરા માતાજી જીવરાજ ચાર રસ્તા -પરશુરામ ચોક ધરણીધર ચાર રસ્તા -અંજલી-ચંદ્રનગર થઇ મણીનગર ફૂટબોલ ગ્રાઉન્ડ થઇ ને જિરાફ સર્કલ પહોચશે ત્યાંથી સંયુક્ત રીતે શોભાયાત્રા આગળ વધશે.શ્રી રામબાગ -સરદાર પટેલ હોસ્પિટલ-એલ.જી.ગ્રાઉન્ડ થઇ શ્રી નાથાલાલ જગડા પુલ મદ્રાસી મંદિર ભાલ્કેશ્વર મહાદેવ ખોખરા સર્કલ ફીઝીકલ ગ્રાઉન્ડ સેવનથ ડે સ્કુલ આવકાર હોલ શ્રી મંગલેશ્વર મહાદેવ જાયમાલા જવાહર ચોક રમુજી લાલ હોલ ખાતે સમાપન થશે અને ધર્મ સભાના રૂપમાં સંપન થશે જ્યાં ધાર્મિક સંતો સ્વાગત પ્રવચન અને આશીર્વચન આપશે.પોતાના વાહનો કાર, સ્કુટર, બાઈક, મીની ટ્રક, ટ્રેકટર, ટ્રોલી ,ટેબ્લો સણગારી સહપરીવાર જોડવા વિનંતી. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી યાત્રાને ભવ્ય પ્રતિસાદ મળે છે.તમામ વર્તમાન પત્રો સ્થાનિક અને રાષ્ટ્રીય ચેનલોમાં વિશેષ નોધ લેવામાં આવે છે.
સમગ્ર શહેર યાત્રાના રૂટ ઉપરના વિવિધ સ્થળોને બેનર, મંડપ, ધજા, પતાકા થી શુશોભિત કરવામાં આવે છે રસ્તામાં આવતા વિવિધ સ્વાગત પોઈન્ટ ઉપર સ્થાનિક સૌજન્યથી પાણી,ઠંડા પીણા, છાસ, સરબત આઈસ્ક્રીમ તથા હળવા નાસ્તાની સગવડતા કરવામાં આવે છે,ફટાકડા ફોડીને ભગવાન પરશુરામ દાદાની આરતી ઉતારીને ફૂલહાર દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવે છે.તમામ બ્રહ્મસંગઠનોએ સાથે મળીને બ્રહ્મએકતાની પ્રતીતિ કરવાનો આ એક માત્ર અવસર છે.વિશાળ સંખ્યામાં યાત્રામાં જોડાઓ અને યાત્રામાં સહભાગી થવા વિનંતી.