કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)એ ડેટા સુરક્ષા તથા સુરક્ષા સંરક્ષણ અંતર્ગત કોઇપણ ખામીની તપાસ પૂર્ણ થવા સુધી સહભાગી સેવા કેન્દ્રોના માધ્યમથી સર્વર અને હોસ્ટ સર્વિસને બંધ કરવાની અગ્રીમ કાર્યવાહી કરી છે. ઈપીએફઓ આ સુનિશ્ચિત કરવા માટે હર સંભવ સાવચેતીભર્યા પગલા ઉઠાવી રહ્યું છે કે કોઇ પણ ડેટા લીક ન થાય.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વિશેની ખબર ચાલી રહી છે કે ઈપીએફઓના ડેટા સાથે જોડાયેલ કોઇ ખામી રહી છે. આના આધાર પર આ પ્રકારની ખામી દૂર કરવા માટે સહભાગી સેવા કેન્દ્રો (સીએસસી)ના મુખ્ય કાર્યકારી અધિકારીને એક પત્ર લખવામાં આવ્યો છે.
આ બાબતે સૂચિત કરવામાં આવે છે કે ડેટા અથવા સોફ્ટવેરમાં સહજ ખામીઓ વિશે ચેતવણી પ્રસિદ્ધ કરવી એક રૂટિન વહીવટી પ્રક્રિયા છે, જેના આધાર પર સહભાગી સેવા કેન્દ્રો દ્વારા અપાતી સેવાઓ ૨૨ માર્ચ, ૨૦૧૮થી રોકી દેવામાં આવી છે. ઉપર્યુક્ત સમાચાર સહભાગી સેવા કેન્દ્રો દ્વારા અપાતી સેવાઓ સાથે સંબંધિત છે, ન કે તે ઈપીએફઓના સોફ્ટવેર અથવા ડેટા સેંટર સાથે સંબંધિત છે. ડેટા લીક વિશે અત્યાર સુધી કોઇ સમર્થન મળ્યું નથી.
આથી ઉપર્યુક્ત સમાચારને લઇને ચિંતિત થવાની કોઇ જરૂરિયાત નથી. ઈપીએફઓ સતત આના પર નજર રાખી રહ્યું છે અને ભવિષ્યમાં પણ આ વિશે સતત સજાગ રહેશે.