ફિનટેક અને NBFC કંપની પૂનાવાલા ફિનકોર્પે નાણાકીય વર્ષ ૨૦૨૪ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. નાણાકીય વર્ષ ૨૦૨૪ ના ચોથા ક્વાર્ટર માટે નફા અને આવકના મોરચે સારા સમાચાર છે. એટલું જ નહીં પૂનાવાલા ફિનકોર્પ લિમિટેડે સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૪માં સૌથી વધુ નફો નોંધાવ્યો છે. વાર્ષિક ધોરણે ૮૩ ટકાનો વધારો થયો છે. તે જ સમયે એનબીએફસી કંપનીના ગ્રોસ એનપીએમાં વાર્ષિક ધોરણે ૨૮ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો નોંધાયો છે અને N NPAમાં ૧૯ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થયો છે.
પૂનાવાલા કંપનીની તો તેની માર્કેટ કેપ ૩૮,૨૭૫ છે. તેમજ કરન્ટ પ્રાઈઝ ૪૯૪ રુપિયા છે. તેના શેરની હ્લટ્ઠષ્ઠી ફટ્ઠઙ્મેી ૦૨ રુપિયા છે. પૂનાવાલા ફિનકોર્પ લિમિટેડ દ્વારા બજારને આપવામાં આવેલી માહિતી અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૪ના ચોથા ક્વાર્ટરમાં કંપનીનો નફો વાર્ષિક ધોરણે ૧૯૮ કરોડ રૂપિયાથી વધીને ૩૩૨ કરોડ રૂપિયા થઈ ગયો છે. આ કોઈપણ ક્વાર્ટરમાં સૌથી વધુ નફો છે. તે જ સમયે તે સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૪ માં ૧૦૨૭ કરોડ રૂપિયા છે.
આ સિવાય NBFC કંપનીની વાર્ષિક આવક ૫૭૭ કરોડ રૂપિયાથી વધીને ૯૧૫ કરોડ રૂપિયા થઈ ગઈ છે. પૂનાવાલા ફિનકોર્પની ગ્રોસ એનપીએ ૧.૧૬% છે અને N NPA ૦.૫૯% છે. નાણાકીય વર્ષ ૨૦૨૪ ના ચોથા ક્વાર્ટરમાં પૂનાવાલા ફિનકોર્પનો ઓપરેટિંગ નફો ૪૦૯ કરોડ રૂપિયા છે. વાર્ષિક ધોરણે ૯૩ ટકા અને ત્રિમાસિક ધોરણે ૧૭ ટકાનો વધારો થયો છે. એનબીએફસીની સંપત્તિ પરના વળતરમાં વાર્ષિક ધોરણે ૭૩ બેસિસ પોઈન્ટ્સનો વધારો થયો છે. હાલમાં તે ૫.૭૩ ટકા છે. આ સિવાય કેપિટલ એડિક્વેસી રેશિયો ૩૩.૮ ટકા રહ્યો છે.
ચોથા ક્વાર્ટરમાં એસેટ્સ અંડર મેનેજમેન્ટ રૂપિયા ૨૫,૦૦૩ કરોડ હતી. વાર્ષિક ધોરણે ૫૫ ટકા અને ત્રિમાસિક ધોરણે ૧૪ ટકાનો વધારો થયો છે. પૂનાવાલા ફિનકોર્પનો શેર સોમવારે BSE પર ૦.૮૧ ટકા વધીને રૂપિયા ૪૮૮.૮૦ પર બંધ થયો હતો. તે જ સમયે કંપનીનો શેર NSEમાં ૦.૬૩ ટકા વધીને રૂપિયા ૪૮૮ પર બંધ થયો હતો. કંપનીના શેરની ૫૨ સપ્તાહની ઊંચી સપાટી રૂપિયા ૫૧૯.૭૦ અને ૫૨ સપ્તાહની નીચી સપાટી રૂપિયા ૩૧૦.૧૦ છે. પૂનાવાલા ફિનકોર્પના શેરે એક વર્ષમાં ૫૧.૩૪ ટકા વળતર આપ્યું છે.