L&T ફાઇનાન્સ લિમિટેડ, ભારતમાં અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ માંની એક છે. તેના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં વાર્ષિક ધોરણે નફો ૪૩ ટકા વધીને ૨૩૨૦ કરોડ રૂપિયા થયો છે. આ કંપની માટે સર્વકાલીન ઉચ્ચ વાર્ષિક નફો છે. જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૪ ના માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો ૧૧ ટકા વધીને રૂ. ૫૫૪ કરોડ થયો છે. કંપનીની રિટેલ બુક હવે રૂ. ૮૦,૦૩૭ કરોડ સુધી પહોંચી ગઈ છે, જે ૩૧ માર્ચ, ૨૦૨૩ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે રિટેલ બુક કરતાં ૩૧ ટકા વધુ છે. નાણાકીય વર્ષ ૨૦૨૪માં કંપનીનું રિટેલ ડિસ્બર્સમેન્ટ વાર્ષિક ધોરણે ૨૯ ટકા વધીને રૂ. ૫૪,૨૬૭ કરોડ થયું છે.
જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૪ ના માર્ચ ક્વાર્ટરમાં, છૂટક વિતરણ વાર્ષિક ધોરણે ૩૩ ટકા અને ત્રિમાસિક ધોરણે ૪ ટકા વધીને રૂ. ૧૫૦૪૪ કરોડ થયું છે, જે અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે. પરિણામોની સાથે, ન્શ્ ફાઇનાન્સે શેર દીઠ ?૧૦ના ફેસ વેલ્યુ પર શેર દીઠ ?૨.૫નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ કંપની દ્વારા અત્યાર સુધીનું સૌથી વધુ ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું છે.
કંપનીએ કહ્યું કે જાે આગામી વાર્ષિક સામાન્ય સભા (છય્સ્)માં સભ્યો દ્વારા મંજૂર કરવામાં આવશે, તો એજીએમની તારીખથી ૩૦ દિવસની અંદર ડિવિડન્ડ ચૂકવવામાં આવશે. કંપનીના શેર હોલ્ડરોની વાત કરીએ તો ડેસેમ્બર ૨૦૨૩ માં ૬,૮૭,૭૨૧ હતા જે વધીને માર્ચ ૨૦૨૪ સુધીમાં ૭,૧૧,૫૫૫ થયા છે, મહત્વનું છે કે આટલા લોકોને આ ડિવીડન્ડનો લાભ મળશે. કંપનીની માર્કેટ કેપની વાત કરીએ તો તે ઇજ ૪૧,૧૩૦ કરોડ છે. આ લખાઇ રહ્યું છે ત્યારે શેર પ્રાઇઝ રૂ ૧૬૫ છે, શેર ઓલ ટાઇમ હાઇ રૂ ૧૭૯ છે અને ઓલ ટાઇમ લો ૯૦.૫ છે