આજ સુધી તમે અનેક પ્રકારના વૃક્ષો જોયા જ હશે. કેટલાંક વૃક્ષો તેમનાં પાંદડાંને કારણે પ્રખ્યાત છે તો કેટલાંક તેમનાં ફળોને કારણે.તો કેટલાક તેમના આકષર્ક દેખાવ અને મનમોહી લે તેવા દેખાવના કારણે જાણીતા હોય છે. પરંતુ જો અમે તમને જણાવીએ કે ઉજ્જૈનમાં એક એવું વૃક્ષ છે જેના પર ન તો પાંદડા છે અને ન તો કોઈ ફળ. આ ઝાડ પર માત્ર પોપટ જ લટકે છે.
હા,સાંભળીને આશ્ચર્ય જરૂર લાગે પણ આ પોપટના ઝાડ પર એક હજારથી વધુ પોપટ રહે છે. આ ચમત્કારિક પોપટ વૃક્ષનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. જેમાં એક હજારથી વધુ પોપટ ઝાડ પર લટકેલા જોવા મળ્યા હતા. આ પોપટના અવાજોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠે છે. બધા પોપટ રાત્રે આ ઝાડ પર પોતાનો સમય વિતાવે છે. સવારે તેઓ ખોરાકની શોધમાં નીકળે છે કે તરત જ તેઓ આ ઝાડ પર પાછા ફરે છે. જેના કારણે આ વૃક્ષ દિવસ દરમિયાન ઉજ્જડ દેખાય છે.