બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચારનો ઘોંઘાટ શમી ગયો છે. આજ પછી હવે બીજા તબક્કાની ચૂંટણી માટે, કોઈ જાહેર સભા નહીં યોજાય અને ઉમેદવારો અને તેમના સ્ટાર પ્રચારકો આગામી ૪૮ કલાક સુધી ઘરે-ઘરે જઈને મત માંગી શકશે. બીજા તબક્કામાં, આગામી ૨૬ એપ્રિલે ૧૨ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ૮૮ લોકસભા બેઠકો પર મતદાન થશે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, શશિ થરૂર, અભિનેત્રી હેમા માલિની, રામાયણ સિરિયલના રામ અરુણ ગોવિલ સહિત ૧,૨૦૬ ઉમેદવારો મેદાનમાં છે.
પ્રથમ તબક્કામાં ઓછા મતદાનને જાેતા, ચૂંટણી પંચે તેના કર્મચારીઓને લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા કહ્યું છે. આ સિવાય ચૂંટણી પંચે પણ આ વખતે નવો પ્રયોગ કર્યો છે, તેણે શહેરી વિસ્તારોમાં બહુમાળી ઈમારતોમાં મતદાનની વ્યવસ્થા કરી છે. મતદાનનો સમય સવારે ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધીનો છે, પરંતુ સમય પૂરો થયા પછી પણ જાે લોકો કતારમાં ઊભા રહેશે તો તેમનો પણ મતદાન થશે. બીજા તબક્કામાં વાયનાડથી પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, મથુરાથી હેમા માલિની અને મેરઠથી અરુણ ગોવિલ મેદાનમાં છે. શશિ થરૂર તિરુવનંતપુરમથી કેન્દ્રીય મંત્રી ચંદ્રશેખર સામે ચૂંટણી લડી રહ્યા છે. ભાજપના જુગલ કિશોર જમ્મુ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના રમણ ભલ્લા સામે ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં ગુલામ નબી આઝાદની પાર્ટી ડ્ઢઁછઁએ જીએમ સરુરીને મેદાનમાં ઉતારીને સ્પર્ધાને ત્રિકોણીય બનાવવાનો પ્રયાસ કર્યો છે. અહીં કુલ ૨૨ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે કુલ ૧,૩૫૨ ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કામાં, ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલી ૯૪ લોકસભા બેઠકો માટે ૭ મેના રોજ મતદાન થશે. ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો માટે સૌથી વધુ ૬૫૮ ઉમેદવારો છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ૯૪ બેઠકો માટે ૨,૯૬૩ નામાંકન દાખલ કરવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશની બેતુલ બેઠક પરથી પણ આઠ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યાં બીજા તબક્કામાં જ મતદાન થવાનું હતું, પરંતુ ઉમેદવારના મૃત્યુને કારણે મતદાન મોકૂફ રાખવામાં આવ્યું હતું. ઉમેદવારી પત્રોની ચકાસણીમાં ૧,૫૬૩ નામાંકન સાચા હોવાનું જાણવા મળ્યું હતું. ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની અંતિમ તારીખ ૨૨ એપ્રિલ હતી. માત્ર ૧,૩૫૨ ઉમેદવારો મેદાનમાં બાકી છે. ગુજરાતમાં સુરતમાંથી ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે, કારણ કે કોંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ થયું હતું અને બાકીના ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચી લીધા હતા.