અમદાવાદ :આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII), અમદાવાદ એ શનિવારે 20 એપ્રિલ 2024ના રોજ સંસ્થાના કેમ્પસમાં પોતાનો 42મો સ્થાપના દિવસ સેલિબ્રેટ કર્યો. આ અવસરે મુખ્ય મહેમાન તરીકે મેઘાલય સરકારના સ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડના એક્ઝિક્યુટિવ ચેરમેન તેમજ EDII બોર્ડના સભ્ય IAS શ્રી રામ મોહન મિશ્રા તેમજ અન્ય મહાનુભાવોમાં EDII ગવર્નિંગ બોર્ડના સભ્ય અને ભૂતપૂર્વ ચેરમેન તેમજ SIDBIના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ડૉ. શૈલેન્દ્ર નારાયણ, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર ડૉ. નીરજા એ ગુપ્તા, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર ડૉ. રાજુલ કે ગજ્જર, EDII ડાયરેક્ટર જનરલ ડૉ. સુનિલ શુક્લા તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ આંત્રપ્રિન્યોરશિપ એજ્યુકેશન EDIIના ડિરેક્ટર ડૉ. સત્ય રંજન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગર્વમેન્ટ, કોર્પોરેટ્સ, ઇન્ડસ્ટ્રી એસોસિશેન તેમજ શિક્ષણવિદોએ આંત્રપ્રિન્યોરશિપ, સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન એ દેશના સામાજિક-આર્થિક વિકાસને કેવી રીતે અસર કરી રહ્યું છે એ બાબત પર સૌનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
આ અવસરે શ્રી રામ મોહન મિશ્રાએ કહ્યું કે, “ઉદ્યોગ સાહસ એક ચળવળથી ઓછું નથી અને EDII એ આ ચળવળની પહેલ કરી છે. આજે આપણે બધા એક નવા યુગના પ્રારંભને જોઈ રહ્યા છીએ. વિશ્વ આજે ઉદ્યોગસાહસિકતાની ક્ષમતાને ઓળખતું થયું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ મોટા પાયે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપી રહી છે. આ ઉપરાંત તમામ સ્ટાર્ટ અપને ખૂબ સપોર્ટ મળી રહ્યો છે. ભારત નવીન, સ્ટાર્ટ-અપ ઓરિએન્ટેડને વિકસિત કરવા માટે મજબૂત જ્ઞાન, નીતિ અને સહાયક માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહ્યું છે. હું ગર્વ સાથે કહું છું કે ભારત એક મહાન સ્થળ છે અને આપણી પાસે સાનુકૂળ નીતિઓ, ગ્લોબલ ટેક્નોલોજી અને માર્કેટ તેમજ નાણાકીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બેસ્ટ એન્વાર્યમેન્ટ ઉપલબ્ધ છે. આ ઉપરાંત પ્રગતિશીલ ઇકોસિસ્ટમ ઉદ્યોગસાહસિકતાના વિકાસ માટે એક મહાન સહાયક બનશે.મને ગર્વ છે કે આપણી પાસે EDII જેવી સંસ્થાઓ છે જે ટ્રેનિંગ, ઇન્ક્યુબેશન, કેપેસિટી બિલ્ડિંગ અને હેન્ડહોલ્ડિંગ દ્વારા દરેક પ્રયાસોને પૂરક બનાવી રહી છે. મારી EDIIને ખુબ ખુબ શુભેચ્છાઓ .”
ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી આંત્રપ્રિન્યોરશીપ અને સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમમાં થઇ રહેલા વિકાસ અંગેની વાત કરતા ડૉ. શૈલેન્દ્ર નારાયણે કહ્યું કે,“ ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન લાંબા સમયથી તથા જયારે ઉદ્યોગસાહસિકતાનો ખ્યાલ નવો હતો ત્યારથી સંકળાયેલ છું. હવે આ ખ્યાલ એક કારકિર્દીના વિકલ્પ તરીકે સ્થાપિત થયો છે જેમાં વ્યક્તિઓને પ્રેરણા તથા વિકાસના પાઠ ભણાવાય છે. ઈડીઆઈઆઈ સંસ્થા દ્વારા તૈયાર થયેલ ઉદ્યોગસાહસિકો હવે આંતરરાષ્ટ્રીય બજારમાં પર્દાપણ કરવા સક્ષમ છે. તેઓ તક ઝડપે છે અને આ નિર્ધારિત લક્ષ્યાંકો સિદ્ધ કરવા કુશળ બન્યા છે. દેશમાં મોટા પ્રમાણમાં ઉદ્યોગસાહસિકતા વિશે જાગૃતતા ફેલાઈ છે તથા યુવાનો-યુવતીઓમાં જોખમ ઉઠાવાની તૈયારી આવી છે. આજે ઈડીઆઈઆઈએ ઉદ્યોગસાહસિકતાને એક ચળવળ તરીકે દેશમાં ફેલાવી છે. તથા દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપ્યું છે..”
ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. નીરજા એ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “ભારતીય શિક્ષાજગતે મુખ્ય વિદ્યાશાખાઓમાંની એક તરીકે ઉદ્યોગસાહસિકતા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું છે. વ્યૂહાત્મક પહેલ અને આ વિષય પર ઉચ્ચ કેન્દ્રિત અભ્યાસક્રમો વિદ્યાર્થીઓને એક અલગ ઉદ્યોગસાહસિક માનસિકતા અને વર્તન વિકસાવવા માટે મંજૂરી આપે છે. તેઓ ઇકોસિસ્ટમનો લાભ મેળવવા માટે આગળ વધી રહ્યા છે જે વિદ્યાર્થીઓમાં સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવી છે. હું એ પણ ઉમેરીશ કે માત્ર એક જ સફળતાની અસર અત્યંત ઊંચી છે અને આનું કારણ એ છે કે વિદ્યાર્થીઓનું ઉદ્યોગસાહસિકતા તરફનું ઉચ્ચ વલણ. તેમને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પ્રેરણા આપવા માટે માત્ર થોડા પ્રયાસની જરૂર છે.”
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. રાજુલ કે ગજ્જરે કહ્યું કે, “ઉદ્યોગસાહસિકતા માત્ર યુવાનોમાં જ નહીં પરંતુ ટેક્નોક્રેટ્સમાં પણ વધી રહી છે જેઓ અનુકૂળ નીતિઓ અને અનુકૂળ ઇકોસિસ્ટમને કારણે ઉદ્યોગસાહસિકતા તરફ વધુને વધુ ઝોક બતાવી રહ્યા છે. આ યુવાનો ઉત્પાદકતા, વૃદ્ધિ અને રોજગારની તકોના મુખ્ય સ્ત્રોત બનવાની જવાબદારી નિભાવવા તૈયાર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખાસ કરીને ઉચ્ચ સ્તરની નવીનતા અને ટેક-આધારિત સાહસોની સ્થાપના જોવા મળી છે. હું એ પણ ઉમેરવા માંગુ છું કે આપણા ગામડાઓ અને નાના શહેરો પણ નવા ઉદ્યોગોનો ધસારો જોઈ રહ્યા છે. તે ચોક્કસપણે દેશ અને GenX માટે સકારાત્મક પરિવર્તન છે.”
ડૉ. સુનિલ શુક્લાએ પોતાના સંબોધનમાં EDII વિશે વાત કરતા કહ્યું કે, આ સંસ્થા એ કેવી રીતે માત્ર દેશમાં જ નહીં પણ બહાર પણ ઉદ્યોગસાહસિકતાને મજબૂત કરવા માટે એક ભૂમિકામાંથી બીજી ભૂમિકામાં આગળ વધી છે. તેમણે કહ્યું, “દરેક દાયકા સાથે, ઉદ્યોગસાહસિકતામાં પરિવર્તન આવ્યું છે. દરેક બદલાતા યુગ સાથે EDII એ પોતાના માપદંડોની પુનઃવિચારણા કરી કે યોગ્ય તકની ઓળખ કરવી, સંશોધન કરેલ વ્યવસાય યોજના તૈયાર કરવી, જોખમો- પડકારો લેવા, વ્યવસ્થિત આયોજન કરવું, સમય-સંબંધિત સંસાધનોનો ઉપયોગ કરવો, ટેકનિકલ ચુસ્તતાનો સંગ્રહ કરવો અને નેટવર્કીંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખ્યું છે. અમે ઉદ્યોગસાહસિકતા સાથે સંકળાયેલી આશંકાઓ દૂર કરી અને તેને વિકાસના સાધન તરીકે સ્થાપિત કરવા બદલ ખુશ છીએ. આજે લોકો માને છે કે ઉદ્યોગસાહસિક પણ બનાવી શકાય છે.” આજે, EDII દેશના તમામ ક્ષેત્રો અને લોકોના વર્ગોમાં નવા આંત્રપ્રિન્યોરની રચના અને આજીવિકા નિર્માણના આધાર પર આર્થિક વિકાસ સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય તેમજ રાજ્ય સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગો ઉપરાંત કોર્પોરેશનો સાથે ભાગીદારી પણ કરી રહી છે.