મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં સ્થિત પરુલેચિપીમાં 2018 સુધીમાં એક નવા હવાઈમથકનું નિર્માણ કાર્ય પૂરું થઈ જશે. પરિયોજનાનું કાર્ય આ વર્ષે જૂનમાં ચોમાસુ અને ગણેશ મહોત્સવની શરૂઆત પહેલા સમાપ્ત થઈ જશે.
આઈઆરબી સિંધુદુર્ગ એરપોર્ટ પ્રાઈવેટ લિમિટેડ આ હવાઈમથકનું નિર્માણ કરી રહ્યું છે. મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ (એમઆઈડીસી)એ કંપની સાથે ડિઝાઈન-નિર્માણ-નાણા-સંચાલન-હસ્તાંતરણ(બીએફઓટી)ના આધાર પર સમજૂતી કરી છે. સિંધુદુર્ગ હવાઈમથકના રન-વેની લંબાઈ 2500 મીટર હશે અને ભવિષ્યમાં તેને વિસ્તારિત કરવાની પણ સુવિધા છે. આ હવાઈ મથકના નિર્માણનો કુલ ખર્ચ 520 કરોડ રૂપિયા છે.
સિંધુદુર્ગ હવાઈમથકની પાસે 200 પ્રસ્થાન અને 200 આગમન યાત્રિકોની સંચાલન ક્ષમતા હશે. ભવિષ્યમાં હવાઈ મથકનો વિસ્તાર કર્યા બાદ પણ આ ક્ષમતા વધીને 400 પ્રસ્થાન અને 400 આગમન યાત્રિઓના સંચાલનની થઈ જશે. જો કે હવાઈ મથકનું નિર્માણ ઘરેલુ યાત્રિઓને ધ્યાનમાં રાખીને કરાઈ રહ્યું છે, પરંતુ આ આંતરરાષ્ટ્રીય ચાર્ટર ઉડાણોની સેવા માટે જરૂરી સુવિધાઓથી સજ્જ હશે.
મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ (એમઆઈડીસી) અને આઈઆરબી સિંધુદુર્ગ એરપોર્ટ પ્રાઈવેટ લિમિટેડ વચ્ચે હવાઈ મથકના નિર્માણ માટે 2009માં સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા. પર્યાવરણ અને વન મંત્રાલયે હવાઈ મથકના નિર્માણ માટે સૈદ્ધાતિક રીતે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પર્યાવરણીય મંજૂરી આપી હતી.
ટેક્સી માર્ગ, એપ્રન અને પૃથક માર્ગનું નિર્માણ થઈ ચૂક્યું છે અને જમીન પર પ્રકાશ વ્યવસ્થાના નિર્માણનું કાર્ય ચાલુ છે. યાત્રી ટર્મિનલ ભવન, એટીસી ટાવર અને તકનીકી ભવનના નિર્માણનું કાર્ય ઝડપથી ચાલી રહ્યુ છે. અન્ય સહાયક ઈમારતોનું નિર્માણ કાર્ય પ્રગતિ પર છે અને નક્કી કરેલા સમયે પૂર્ણ થવાની આશા છે.
મહારાષ્ટ્રના કોકણ ક્ષેત્ર, ગોવાના કેટલાક ભાગો, ઉત્તરી કર્ણાટક અને પશ્ચિમી મહારાષ્ટ્રને શ્રેષ્ઠ કનેક્ટિવીટી પ્રદાન કરવા માટે સિંધુદુર્ગમાં હવાઈમથકનું નિર્માણ જરૂર હતું. વર્તમાનમાં મહારાષ્ટ્ર રાજ્યમાં 3 આંતરરાષ્ટ્રીય અને 13 ઘરેલુ હવાઈ મથકો કાર્યરત છે.