અમદાવાદ : બ્રાઝિલના પેકેમ એસએ અને ભારતના ઉમાશ્રી ટેક્સપ્લાસ્ટ વચ્ચેના સંયુક્ત સાહસ પેકેમ ઉમાશ્રી પ્રાઇવેટ લિમિટેડે ભારતના પ્રથમ 100 ટકા સસ્ટેનેબલ rPET (રિસાઇકલ્ડ પોલિઇથિલિન ટેરેફ્થેલેટ) બોટલ ટુ એફઆઇબીસી (ફ્લેક્સિબલ ઇન્ટરમિડિએટ બલ્ક કન્ટેનર/જમ્બો બેગ) બેગ પ્લાન્ટના ઉદઘાટનની ગૌરવભેર જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં બ્રાઝિલના પરાનાના માનનીય ગવર્નર કાર્લોસ રોબર્ટો મસ્સા જુનિયર અને બ્રાઝિલના રાજદૂત, કેનેથ ફેલિક્સ હેકઝીન્સ્કી દા નોબ્રેગા ઉપસ્થિત રહ્યાં હતાં તથા આ પ્લાન્ટ પર્યાવરણીય ટકાઉપણાની દિશામાં ભારતની સફરમાં ઐતિહાસિક ક્ષણ છે.
ગુજરાતના અમદાવાદ પાસે ગાંગડ ગામ સ્થિત આ પ્લાન્ટ પર્યાવરણના મેનેજમેન્ટ માટે પ્રતિબદ્ધ ઇન્ડસ્ટ્રીના બે લીડર્સના સહિયારા પ્રયાસોને દર્શાવે છે. અદ્યતન ટેક્નોલોજી અને ઇનોવેટિવ પ્રોસેસ દ્વારા પેકેમ ઉમાશ્રી પ્રાઇવેટ લિમિટેડ રિસાઇકલ કરેલી પીટીઇ બોટલને ઉચ્ચ-ગુણવત્તાયુક્ત એફઆઇબીસી બેગમાં પરિવર્તિત કરશે. આ નવીન ક્લોઝ્ડ-લૂપ સિસ્ટમ કચરાનો ઘટાડો કરે છે તથા સર્ક્યુલર ઇકોનોમીના સિદ્ધાંતોને પ્રોત્સાહન આપે છે. પેકેમ ઉમાશ્રી પ્રાઇવેટ લિમિટેડના સીઇઓ પુનિત ગોપાલકાએ માનનીય ગવર્નર કાર્લોસ જુનિયર અને બ્રાઝિલના ભારત ખાતેના રાજદૂત, કેનેથ ફેલિક્સ હેકઝીન્સ્કી દા નોબ્રેગાની ઉપસ્થિતિ અંગે આદર વ્યક્ત કરતાં તથા પ્રોજેક્ટ માટે તેમના સહિયારા વિઝન વિશે જણાવ્યું હતું કે, “અમારા પ્લાન્ટનું ઉદઘાટન માનનીય ગવર્નર કાર્લોસ રોબર્ટો મસ્સા જુનિયરના હસ્તે થવા બદલ અમે સન્માનિત હોવાનો અનુભવ કરીએ છીએ, જે ટકાઉ વિકાસને આગળ ધપાવવામાં બ્રાઝિલ અને ભારત વચ્ચેની મજબૂત ભાગીદારીનું પ્રતિક છે. તેમના સપોર્ટ સાથે અમે આર્થિક વૃદ્ધિ અને સામાજિક પ્રગતિમાં યોગદાન આપવા સાથે પર્યાવરણ ઉપર નોંધપાત્ર સકારાત્મક અસરો પેદા કરવાની અમારી ક્ષમતામાં વિશ્વાસ ધરાવીએ છીએ.”
આ ઉદઘાટન કાર્યક્રમમાં મહાનુભાવો, ઉદ્યોગના નિષ્ણાંતો અને સ્થાનિક અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને તે ભારતના ટકાઉ વિકાસના એજન્ડામાં મહત્વપૂર્ણ સીમાચિહ્નનો પુરાવો છે. પેકેમ ઉમાશ્રી પ્રાઇવેટ લિમિટેડ રોજગારની તકોનું સર્જન કરવા, ઇનોવેશનને વેગ આપવા તથા ટકાઉ પેકેજિંગ સોલ્યુશન્સમાં વિશ્વભરમાં ભારતને અગ્રણી હોવા તરીકે સ્થાપિત કરવા માટે સજ્જ છે. ભારતમાં આ પ્રથમ પ્લાન્ટ પેકેમ એસએ અને ઉમાશ્રી ટેક્સપ્લાસ્ટના સહિયારા મૂલ્યોનું પ્રતિક છે, જે સહકાર, નવીનતા અને પર્યાવરણની જવાબદારીને પ્રોત્સાહન આપે છે. આ સંયુક્ત સાહસ દ્વારા કંપનીઓ સકારાત્મક પરિવર્તન લાવવા તથા પેકેજિંગ ઇન્ડસ્ટ્રીમાં ટકાઉપણા માટે નવા ધોરણો સ્થાપિત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.