ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં વધુ બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી
ગાંધીનગર સંસદીય મતદાર વિભાગ માટે તા.૧૨ મી એપ્રિલ, ૨૦૨૪ના રોજ ચૂંટણી નોટિસ જાહેર થતાં ઉમેદવારી પત્રો આપવાનો અને ભરાયેલ ઉમેદવારી પત્ર સ્વીકારવાનો આરંભ થયો છે. આજે ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં ૨૦ ઉમેદવારી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે. બે ઉમેદવારી પત્ર ભરાઇ પાછા આવ્યા છે, તેવું જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેએ જણાવ્યું છે.
ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ સમગ્ર લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સુચારું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં તા. ૧૨/૦૪/૨૦૨૪થી ઉમેદવારી પત્ર આપવા અને ભરાયેલ ઉમેદવારી પત્ર સ્વીકારવાનો આરંભ થયો છે.
ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાંથી ચૂંટણી લડવા માટે તા. ૧૫મી એપ્રિલ, ૨૦૨૪ના રોજ ૨૦ ઉમેદવારોએ કોરા ફોર્મ મેળવ્યા છે. ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં વધુ બે ઉમેદવારે પોતાના ઉમેદવારી ફોર્મ આજે ભર્યા છે. આજે ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં અપક્ષ ઉમેદવાર શ્રી કાછડીયા કેશવલાલ રામજીભાઈ અને ગોસ્વામી અમિત ભારતી પોતાનું ફોર્મ ભરીને જમા કરાવ્યું છે.