~ એરલાઈન દ્વારા દરેક શુક્રવારે રૂ. 5555 ઓલ-ઈન જેટલી ઓછી રકમની ટિકિટો બુક કરવા માટે ઓફરની ઘોષણા ~
મુંબઈ:– શાંઘાઈ અને ચેંગડુ માટે બે રુટ્સ સ્થાપિત કર્યા પછી વિયેતનામની અગ્રણી નવા યુગની વિમાન કંપની વિયેતજેટે હો ચી મિન્હ સિટી અને શાયન (ચાયના) વચ્ચે ડાયરેક્ટ રુટ શરૂ કરીને તેનું વિસ્તરણ ચાલુ રાખ્યું છે. આ સાથે વિયેતજેટ વિયેતનામથી શાયનની પ્રાચીન રાજધાની સુધી ડાયરેક્ટ રુટ પર સેવા આપનારી પ્રથમ એરલાઈન્સ છે, જે આ બે સ્થળો વચ્ચે અંતર અને પ્રવાસ સમય ઓછો કરશે. વિયેતજેટનો હો ચી મિન્હ સિટી અને શાયન (ચાયના) વચ્ચેનો રુટ સપ્તાહમાં ચાર રિટર્ન ફ્લાઈટ્સ સાથે 29 એપ્રિલ, 2024ના રોજ શરૂ થશે. હો ચી મિન્હ સિટીથી શાયન સુધીની ફ્લાઈટો દરેક સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે 20.05 કલાકે (સ્થાનિક સમય) પ્રસ્થાન કરીને બીજા દિવસે (સ્થાનિક સમય) શાયન શાયનયાંગ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે 01.30 કલાકે આગમન કરશે. શાયનથી હો ચી મિન્હ સિટી સુધી ફલાઈટ દરેક સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવારે 02.30 (સ્થાનિક સમય) સેવા અપાશે, જે હો ચી મિન્હ સિટી ખાતે 06.25 કલાકે (સ્થાનિક સમય) આગમન કરશે.
નવા રુટના લોન્ચની ઉજવણી કરવા માટે પ્રવાસીઓ ભારતથી વિયેતનામ સુધી ઉડાણ કરવા દરેક શુક્રવારે રૂ. 5555 ઓલ-ઈન (*) જેટલી ઓછી રકમમાં આસાનીથી ટિકિટો બુક કરી શકે છે, જે 31 ડિસેમ્બર, 2024 (**) સુધી સુવિધાજનક પ્રવાસ પ્રદાન કરશે. આ પ્રમોશન વેબસાઈટ પર www.vietjetair.com અને વિયેતજેટ એર મોબાઈલ એપ પર સંપૂર્ણ ઈન્ટરનેશનલ ફ્લાઈટ નેટવર્કને લાગુ થશે. દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને કોચીથી વિયેતનામને જોડતા રુટ્સ સાથે વિયેતજેટ ભારત અને વિયેતનામ વચ્ચે સૌથી મોટી ઓપરેટર છે. હાલમાં એરલાઈન્સ 29 સાપ્તાહિક રાઉન્ડ- ટ્રિપ ફ્લાઈટ્સ ચલાવે છે. એરલાઈન સિડની, મેલબર્ન, બ્રિસ્બેન, પર્થ અને એડેલેઈડથી હો ચી ચિન્હ સિટી અને હનોઈ સુધી 7 ડાયરેક્ટ રુટ્સ સાથે ઓસ્ટ્રેલિયા અને વિયેતનામને જોડતી સૌથી વધુ ફ્લાઈટ્સ પણ ચલાવે છે.
હવે આધુનિક અને પર્યાવરણ અનુકૂળ એરક્રાફ્ટમાં નવાં અને પ્રેરણાત્મક સ્થળોની ખોજ કરવા માટે વિયેતજેટ સાથે હમણાં જ ટિકિટ બુક કરો. અમારી ફ્લાઈટ્સના ક્રુનો અનુભવ અને વ્યાવસાયિકતા અને સમર્પિતતા અને સ્વાદિષ્ટ વાનગીઓ, તાજું ગરમ ભોજનમાં ઉત્કૃષ્ટ આંતરરાષ્ટ્રીય અને વિયેતનામી વાનગીઓનો સમાવેશ થાય છે.