અમદાવાદ: ઇન્ફાઇનાઇટ સ્માઈલ ફાઉન્ડેશન, ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન અને કેલોર્ક્સ ઓલિવ ઈન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી, ટકાઉ જીવન અને સામુદાયિક જોડાણને પ્રોત્સાહન આપવાના હેતુથી માટીના કુંડા વિતરણ શિબિરનું આયોજન કરવા તૈયાર છે. આ કાર્યક્રમ 14 એપ્રિલ, રવિવારના રોજ યોજાશે. આ પહેલ 4,000 માટીના કુંડાનું વિતરણ કરશે, જેમાં પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અને પરંપરાગત પ્રથાઓના મહત્વ પર ભાર મૂકવામાં આવશે. કેલોર્ક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકો યુવા પેઢીમાં સામાજિક જવાબદારીની ભાવના અને પર્યાવરણીય સભાનતા કેળવતા વિતરણ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેશે.
ઈન્ફિનાઈટ સ્માઈલ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ પૂર્વા શાહે જણાવ્યું હતું કે, “ઈન્ફિનાઈટ સ્માઈલ ફાઉન્ડેશનમાં, અમે મોટો ફરક લાવવા માટે નાની ક્રિયાઓની શક્તિમાં વિશ્વાસ રાખીએ છીએ. માટીના કુંડાઓનું વિતરણ કરીને, અમે માત્ર ટકાઉ જીવનને પ્રોત્સાહન આપી રહ્યાં નથી પરંતુ પરંપરાગત કારીગરીની જાળવણીને પણ પ્રોત્સાહિત કરીએ છીએ. આ સામૂહિક પ્રયાસ સમાજ પર સકારાત્મક અસર બનાવવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.”
પહેલના શૈક્ષણિક મૂલ્ય પર ભાર મૂકતા, અંકુર ઉપાધ્યાય, કેલોર્ક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલના ડિરેક્ટરે જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓને સમુદાય સેવા પ્રવૃત્તિઓમાં જોડવાથી તેમનામાં સમાજ પ્રત્યે સહાનુભૂતિ અને જવાબદારીની ભાવના પેદા થાય છે. માટીના કુંડાના વિતરણમાં તેમની સામેલગીરી તેમને પર્યાવરણ પ્રત્યે પણ સંવેદનશીલ બનાવશે. અમે આ પહેલ માટે ઈન્ફિનિટ સ્માઈલ ફાઉન્ડેશન સાથે હાથ મિલાવીને ખૂબ જ આનંદિત છીએ. મીડિયા ઈન્ટરએક્શનમાં ફાઉન્ડેશનના વાઇસ પ્રેસિડેન્ટ હેતા શાહ, ઈન્ફિનાઈટ સ્માઈલ ફાઉન્ડેશનના સેક્રેટરી વિશાંત શાહ, કેલોર્ક્સ ઓલિવ ઈન્ટરનેશનલ સ્કૂલના MYP કોઓર્ડિનેટર ડૉ. સ્વિની બગ્ગા અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પ્રતિનિધિઓ પણ હાજર હતા.