જગતજનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વ ઉમિયાધામ – જાસપુર, અમદાવાદ મુકામે 100 વીઘા જમીનમાં એક હજાર કરોડના સામાજિક નીધિ સહયોગથી વિશ્વની “નવમી અજાયબી” સમા વિશ્વના ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય થઈ રહેલ છે. વિશ્વઉમિયાધામ મંદિર આસ્થાનું કેન્દ્ર તો છે, પરંતુ તે સામાજિક તેમજ રાષ્ટ્ર ચેતનાનું કેન્દ્ર બને તેવી વિચારધારા સાથે વિશ્વ ઉમિયાધામ મંદિર નિર્માણ ઉપરાંત શિક્ષણ, રોજગાર, આરોગ્ય, છાત્રાલય, સ્પોર્ટ્સ & કલ્ચરલ, બિઝનેસ ડેવલપમેન્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે આસ્થા – એકતા અને ઊર્જાના ધામ તરીકે કાર્યરત છે. ત્યારે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતના અભિયાનમાં સનાતન ધર્મની વિચારધારાને ઉજાગર કરવામાં યસકલગી રૂપે સંસ્થાને ISO 2015ની માન્યતા પ્રાપ્ત થઈ છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનએ ગુજરાતની પ્રથમ ISO 2015 પ્રમાણિત સંસ્થા બની છે.
મહત્વનું છે કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા અને પ્રમુખ આર. પી પટેલના માર્ગદર્શન હેઠળ સંસ્થાના વિઝન, મિશન અંતર્ગત થઇ રહેલી વિવિધ પ્રવૃત્તિઓને વિશ્વ કક્ષાની ગુણવત્તા પ્રદાન કરવા અંતર્ગત સંસ્થાએ ક્વોલિટી મેનેજમેન્ટની સિસ્ટમથી સંસ્થાની પારદર્શિતા કાર્યક્ષમતા વિશ્વાસ અને વૈશ્વિક ધારા ધોરણના અમલીકરણથી લોકોના જીવનની ઉચ્ચ ગુણવત્તાની અપેક્ષાઓને સંતોષવાના અભિગમથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને ISO 9001:2015 પ્રાપ્ત કરવા માટે અરજી કરી હતી. જે અંતર્ગત કવોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ (QMS)ની પદ્ધતિસર સંસ્થાએ ત્રણ ઓડિટ સફળતાપૂર્વક પાર પાડી ટુંક સમયમાં ISO:9001:2015 નું પ્રમણપત્ર હાંસલ કર્યું છે, જે સંસ્થા અને આપણા સૌ માટે ગોરવંતી ક્ષણ છે. આ પ્રમાણપત્ર હાંસલ કરવામાં QMSના હેડ આર. પી. પટેલ તથા QMS કમિટીના ચેરમેન કનુભાઇ પટેલ અને QMS કમિટીના કો. ચેરમેન નીખીલભાઈ, રાજભાઈ, પ્રકાશભાઈ પટેલના સતત માર્ગદર્શનથી અને સંસ્થાના હોદ્દેદારો, QMS પ્રોસેસ ઓનર્સ તેમજ તમામ સ્ટાફ મેમ્બરની અથાગ મેહનતથી આ સિદ્ધિ હાંસલ કરી છે.