ભારતની સૌથી મોટી વર્ટિકલી ઇન્ટીગ્રેટેડ હેલ્થકેર પ્રદાતા એપોલો હોસ્પિટલ્સે તેના મુખ્ય વાર્ષિક રિપોર્ટ, “હેલ્થ ઓફ નેશન”ની નવીનતમ આવૃત્તિનું અનાવરણ કર્યું છે. આ રિપોર્ટમાં ભારતમાં કેન્સર, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કાર્ડિયોવેસ્ક્યુલર રોગો (હૃદય સંબંધિત રોગો) અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ સહિત બિન-ચેપી રોગો (NCD)માં વૃદ્ધિ પર પ્રકાશ પાડ્યો છે. આ બધા જ રોગો દેશના એકંદર આરોગ્ય પર નોંધપાત્ર રીતે અસર કરે છે. ખાસ કરીને ચિંતાજનક બાબત એ છે કે, વૈશ્વિક દરોની તુલનામાં ભારતમાં કેન્સરના વધી રહેલા કેસોના કારણે ભારત “વિશ્વમાં કેન્સરની રાજધાની” બની ગયું છે.
આ રિપોર્ટમાં વધુને વધુ નાની ઉંમરમાં પ્રી-ડાયાબિટીસ, પ્રી-હાઇપરટેન્શન અને માનસિક આરોગ્યની વિકૃતિઓ જેવી પરિસ્થિતિઓને કારણે આરોગ્ય સંભાળના બોજમાં સંભવિત વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે. આ રિપોર્ટમાં બ્લડપ્રેશર (BP) અને બોડી માસ ઇન્ડેક્સ (BMI)નું સ્તર ઘટાડવામાં નિયમિત આરોગ્ય તપાસની ભૂમિકાને રેખાંકિત કરીને તેના મહત્વ પર પ્રકાશ પાડ્યો છે, કારણ કે તેના લીધે હૃદય-સંબંધિત બીમારીઓનું જોખમ ઘટે છે. એપોલોના ડેટામાં વધુમાં એવું જાણવા મળ્યું છે કે, ભારતમાં સ્વાસ્થ્ય તપાસનો વ્યાપ વધારવાની જરૂરિયાત છે, ત્યારે લોકો પહેલાંના સમયની સરખામણીએ આજે વધુને વધુ વ્યાપક આરોગ્ય તપાસો કરવાનું પસંદ કરી રહ્યા છે, જે વ્યક્તિના આરોગ્ય અને સુખાકારીની સુરક્ષાની દિશામાં એક સકારાત્મક પગલું છે.
એપોલો હોસ્પિટલ્સના વાઇસ ચેરમેન ડૉ. પ્રીથા રેડ્ડીએ કહ્યું હતું કે, “આપણા દેશના વિકાસમાં આરોગ્યના મહત્વને ઓછું ન આંકી શકાય. અમારા હેલ્થ ઓફ નેશન રિપોર્ટ સાથે, અમે બિન-ચેપી રોગોના સતત વધી રહેલા બોજ તરફ સૌનું ધ્યાન દોરવા અને લોકોમાં તે અંગે જાગૃતિ લાવવાની આશા રાખીએ છીએ અને ભારપૂર્વક માનીએ છીએ કે સમગ્ર હેલ્થકેર ઇકોસિસ્ટમ અને દેશે એકજૂથ થવાની અને સંકલિત દૃષ્ટિકોણ રાખવાની જરૂર છે, જેથી કરીને આપણે ખરા અર્થમાં NCDનો સામનો કરી શકીએ. અમારા તારણો કેન્સર, ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને મેદસ્વીતાની વધી રહેલી જતી મહામારી સામે લડવા, તેને અટકાવવા અને ઉલટાવવા લેવા તાકીદના હસ્તક્ષેપની નોંધપાત્ર જરૂરિયાત દર્શાવે છે. લોકોને આ અંગે શિક્ષિત કરવાની અને વ્યક્તિગત નિવારક હેલ્થકેર ઉકેલો તૈયાર કરવાની જરૂરિયાત હાલમાં છે તેવી પહેલાં ક્યારેય નહોતી. આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણને પ્રાથમિકતા આપીને, નિવારક હેલ્થકેરના પગલાંને પ્રોત્સાહન આપીને અને આરોગ્યની અસમાનતાઓનો ઉકેલ લાવીને, આપણે આપણા રાષ્ટ્રની સંપૂર્ણ ક્ષમતાને ઉજાગર કરી શકીશું અને સર્વસમાવેશી તેમજ ટકાઉક્ષમ વિકાસનો માર્ગ મોકળો કરી શકીશું એવો મને પૂરો વિશ્વાસ છે.”
એપોલો હોસ્પિટલ્સના પ્રેસિડેન્ટ અને CEO ડૉ. મધુ શશીધરે કહ્યું હતું કે, “ખાસ કરીને છેલ્લા કેટલાક દાયકાઓમાં બિન-ચેપી રોગોમાં નોંધપાત્ર વધારો થયો છે તે વ્યક્તિઓ, સમુદાયો અને દેશો માટે પ્રચંડ પડકારો ઉભા કરીને વૈશ્વિક આરોગ્ય પરિદૃશ્યમાં ઊંડું પરિવર્તન આવ્યું હોવાનું દર્શાવે છે. નિવારક હેલ્થકેરમાં ઇનોવેશન અને સુલભતામાં વૃદ્ધિ એ સમગ્ર હેલ્થકેર ઉદ્યોગ માટે પ્રાથમિકતા બનવી જોઇએ. એપોલો હોસ્પિટલ્સમાં, અમે અત્યંત વ્યક્તિગત અને અસરકારક સેવાઓ પ્રદાન કરવા માટે હેલ્થકેર ડિલિવરી અવરોધોને તોડવા માટે ટેક્નોલોજીને સક્રિયપણે એકીકૃત કરી રહ્યા છીએ. અમારા AI-સમર્થિત નિવારાત્મક હેલ્થકેર પ્રોગ્રામથી લઇને વિશાળ સ્ક્રીનિંગ ફૂટપ્રિન્ટ સુધી, અમે રોગ નિવારણમાં સુધારો કરવા, નિદાનની ચોકસાઇ વધારવા માટે અને હેલ્થકેરપના ભવિષ્યને આકાર આપતી વિશ્વકક્ષાની દર્દી-કેન્દ્રિત ઉપચાર પદ્ધતિઓ તૈયાર કરવા માટે ટેક્નોલોજીની શક્તિનો લાભ લેવા પ્રતિબદ્ધ છીએ. આપણે હવે 21મી સદીના જટીલ પડકારોને નેવિગેટ કરી રહ્યા છીએ, ત્યારે ચાલો આપણે જાણીએ કે સ્વાસ્થ્ય એ આપણી સૌથી મૂલ્યવાન સંપત્તિ છે અને તંદુરસ્ત જનસમુદાય સમૃદ્ધ તેમજ સ્થિતિસ્થાપક સમાજની આધારશીલા તરીકે કામ કરે છે.”
એપોલોએ ભારતનો પ્રથમ પ્રોહેલ્થ સ્કોર લોન્ચ કર્યો
ભારતીયોમાં તેમના આરોગ્ય અંગે સચોટ અને નિષ્પક્ષ સમજ કેળવીને તેમને સશક્ત બનાવવાના પ્રયાસરૂપે, એપોલોએ ભારતનું પ્રથમ ડિજિટલ સ્વાસ્થ્ય જોખમ મૂલ્યાંકન ‘પ્રોહેલ્થ સ્કોર’ શરૂ કર્યું છે. લોકો પોતાના માટે માહિતીસભર નિર્ણયો લઇ શકે તેમાં મદદરૂપ થવા માટે તૈયાર કરાયેલો, પ્રોહેલ્થ સ્કોર તમારા સ્વાસ્થ્ય અને સુખાકારીનું મૂલ્યાંકન કરવા માટે એક આવશ્યક સાધન તરીકે કામ કરે છે. આ ફ્રી રિસ્ક સ્કોરમાં પારિવારિક ઇતિહાસ, જીવનશૈલી અને વર્તમાન લક્ષણો જેવા પરિબળોનું મૂલ્યાંકન કરવામાં આવે છે, તે તમારા સ્વાસ્થ્યની સ્થિતિનું વ્યક્તિગત આંકડાકીય ઇન્ડિકેટર તૈયાર કરે છે. આ ઉપરાંત, તમને વધુ સારા સ્વાસ્થ્યની દિશામાં માર્ગદર્શિત કરવા માટે તે સરળ સુધારાત્મક પગલાં પૂરા પાડે છે.
ભારતમાં આર્થિક અને જીવનશૈલીમાં ઝડપથી પરિવર્તન અનુભવાઇ રહ્યું છે, ત્યારે કાર્ડિયોવેસ્ક્યુલર રોગો, ડાયાબિટીસ, શ્વસન સંબંધી બીમારીઓ અને કેન્સર જેવા બિન-ચેપી રોગો (NCD)માં વધારો થયો છે, જેના કારણે દેશ થતા કુલ મૃત્યુમાંથી 63% મૃત્યુ થાય છે. 2030 સુધીમાં, આ રોગોથી ભારતમાં આર્થિક ઉત્પાદનમાં $3.55 ટ્રિલિયનનું નુકસાન થવાનો અંદાજ છે. જો કે, સક્રિય નિવારક પગલાં આ અસરોને ઘટાડવામાં મદદરૂપ થઇ શકે છે. NCDના વધી રહેલા બોજથી પોતાને, પોતાના પરિવારોને અને સમુદાયોને સુરક્ષિત રાખવા માટે વ્યક્તિઓએ પગલાં લે મહત્વપૂર્ણ છે. પ્રોહેલ્થ રિસ્ક સ્કોરનો ઉદ્દેશ્ય આ સ્વાસ્થ્ય સંકટમાં યોગદાન આપતા પરિબળો વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો અને જનસમુદાય પર NCDની વધી રહેલી અસરનો ઉકેલ લાવવા માટે સક્રિય પગલાંની હિમાયત કરવાનો છે.
હેલ્થ ઓફ નેશન 2024 રિપોર્ટનાં મુખ્ય તારણો
NCDમાં વૃદ્ધિ
- ભારતમાં માત્ર કેન્સરના કેસોની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે એવું નથી, પરંતુ કેન્સરગ્રસ્ત થતા લોકોની સરેરાશ ઉંમરમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે એટલે કે નાની ઉંમરમાં કેન્સર થવાની સંખ્યા વધી છે.
- ભારતમાં સૌથી સામાન્ય કેન્સરમાં સ્ત્રીઓમાં સ્તન, સર્વિક્સ અને અંડાશયનું કેન્સર અને પુરુષોમાં ફેફસાં, મોં અને પ્રોસ્ટ્રેટનું કેન્સર છે.
- ભારતમાં કેન્સરનું નિદાન થતું હોય તેવી સરેરાશ ઉંમર અન્ય દેશોની સરખામણીએ ઓછી છે. એપોલોના તારણો મુજબ, ભારતમાં સ્તન કેન્સરના નિદાનની સરેરાશ ઉંમર 52 છે, જ્યારે USA અને યુરોપમાં તે 63 વર્ષ છે. ફેફસાના કેન્સર માટે, એપોલોના રિપોર્ટ અનુસાર નિદાનની સરેરાશ ઉંમર 59 વર્ષ છે, જ્યારે પશ્ચિમી દેશોમાં તે ઉંમર સરેરાશ 70 વર્ષ છે.
- એપોલો હોસ્પિટલ્સમાં, કોલોન (મોટા આંતરડા) કેન્સરના 30% દર્દીઓ 50 વર્ષથી ઓછી ઉંમરના હોય છે.
- આવી સ્થિતિ હોવા છતાં, ભારતમાં કેન્સરની તપાસનો દર ઘણો ઓછો છે. ભારતમાં સ્તન કેન્સરની તપાસનું પ્રમાણ 1.9% છે જ્યારે USAમાં 82%, UKમાં 70% અને ચીનમાં 23% છે. ભારતમાં સર્વાઇકલ કેન્સરની તપાસનો દર 0.9% છે, તેની સામે USAમાં 73%, UKમાં 70% અને ચીનમાં 43% છે.
- મેદસ્વીતાની સમસ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થઇ રહ્યો છે અને તે સમસ્યા તમામ દીર્ઘકાલિન NCD માટે જવાબદાર સૌથી સામાન્ય જોખમ પરિબળ તરીકે પણ વધુને વધુ ઉભરી રહી છે.
- એપોલોમાં આરોગ્ય તપાસ કરાવતા પ્રત્યેક 4 માંથી 3 લોકો તો મેદસ્વી હોય છે અથવા વધારે વજન ધરાવતા હોય છે તેવું જાણવા મળ્યું છે
- મેદસ્વીતાના કિસ્સાઓ 2016માં 9% હતા જે વધીને 2023માં 20% થઇ ગયા છે.
- એપોલોના ધ્યાનમાં એવું પણ આવ્યું છે કે, 90% સ્ત્રીઓ અને 80% પુરૂષોમાં કમરની સામે થાપાનો દર ભલામણ કરતાં વધારે છે, જેમાં સામાન્ય BMI ધરાવતા લગભગ 50% લોકોનો સમાવેશ થાય છે.
- બધા મેદસ્વી લોકો (BMI>25)માં ભલામણ કરતા વધારે માત્રામાં આંતરડાની ચરબીનું સ્તર મળ્યું હતું. સામાન્ય BMI (<25) ધરાવતા લોકોમાં પણ, તેમાંથી લગભગ અડધા (46%)માં ભલામણ કરતા વધારે માત્રામાં આંતરડાની ચરબીનું સ્તર નોંધાયું હતું.
- હાઇપરટેન્શનના કિસ્સાઓ 2016માં 9% હતા તે વધીને 2023માં 13% થઇ ગયા છે. પ્રત્યેર 3 ભારતીયો માંથી 2 લોકો હાઇ પ્રેશર તરફ પણ આગળ વધી રહ્યા છે, જેમાં 66% લોકો પ્રી-હાઇપરટેન્સિવ તબક્કામાં છે.
- એપોલોના ડેટામાં એવું પણ જાણવા મળ્યું છે કે, આજે 10 માંથી 1 વ્યક્તિને અનિયંત્રિત ડાયાબિટીસ છે અને 3 માંથી 1 પ્રી-ડાયાબિટીક છે.
- પરંપરાગત રીતે, 45 વર્ષથી વધુ ઉંમરને પ્રી-ડાયાબિટીસ માટે જોખમી પરિબળ તરીકે ગણવામાં આવે છે, પરંતુ ડેટા દર્શાવે છે કે 45 વર્ષથી ઓછી ઉંમરના પ્રત્યેક 5માંથી 1 વ્યક્તિને પ્રી-ડાયાબિટીસની સમસ્યા હતી.
- ઉચ્ચ પ્રમાણમાં ભારતીયોને ઓબ્સ્ટ્રકટીવ સ્લિપ એપનિયાનું પણ જોખમ છે
- ઊંઘના પરિમાણો માટે તપાસ કરવામાં આવેલા 5000 લોકોમાં, પ્રત્યેક 4માંથી 1 વ્યક્તિને આનું ઉચ્ચ જોખમ હોવાનું જાણવના મળ્યું હતું.
- મહિલાઓ (15%)ની સરખામણીએ પુરૂષોમાં OSAનું બમણું જોખમ (30%) નોંધાયું હતું.
- ડિપ્રેશનની સમસ્યા પણ ખૂબ જ નાની ઉંમર થાય છે અને વધુ ફેલાઇ છે
- ડિપ્રેશન (હતાશા) માટે તપાસ કરવામાં આવેલા 5,000 લોકોમાં, પ્રત્યેક 10માંથી 1 વ્યક્તિને ડિપ્રેશન હતું.
- ખાસ ધ્યાનમાં લેવાની બાબત એ છે કે, 18 થી 25 વર્ષની વયજૂથના લોકોમાં ડિપ્રેશનની ટકાવારી સૌથી વધુ છે, જેમાં પ્રત્યેક 5માંથી 1 વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર હતી.
- 80% યુવાન વયસ્કો (18-30 વર્ષ) અને વરિષ્ઠ (>65 વર્ષ) લોકામાં નોંધપાત્ર પ્રમાણમાં તણાવનું સ્તર હોવાનું જાણવા મળ્યું હતું
- તણાવ (સ્ટ્રેસ)થી હાઇપરટેન્શનનું જોખમ 1.5X વધ્યું છે
- તેના કારણે મહિલાઓમાં ડાયાબિટીસનું જોખમ 2 ગણું અને પુરૂષોમાં 3 ગણું વધી ગયું છે
નિવારણનો માર્ગ
- નિયમિત આરોગ્ય તપાસ કરાવવાથી આરોગ્ય પરિમાણોને વધુ સારી રીતે મેનેજ કરવામાં મદદ મળે છે
- જેમણે છેલ્લાં પાંચ વર્ષમાં ત્રણ વખતથી વધુ વખત આરોગ્ય તપાસ કરાવી છે તેઓ તેમના HbA1C, BP અને BMI સ્તરને નોંધપાત્ર રીતે ઘટાડવામાં સફળ રહ્યા છે.
- આરોગ્ય નિષ્ણાતો અથવા કોચના ‘નજ’ (પ્રોત્સાહન)થી પ્રગતિ જોવા મળી
- મેદસ્વીતા: લગભગ 17,000 લોકોના જૂથ પર 21 મહિના સુધી દેખરેખ રાખવામાં આવી હતી, જેમાં લગભગ અડધા લોકોના વજનમાં ઘટાડો થયો હતો, જેમાં સરેરાશ 4 કિલો અને BMIમાં 1.6 કિગ્રા/મહિને ઘટાડો નોંધાયો હતો.
- હાઇપરટેન્શન: શરૂઆતના તબક્કે હાઇ બ્લડ પ્રેશર ધરાવતા 70% લોકો અને સહેજ વધેલું બ્લડ પ્રેશર ધરાવતા 20% લોકોમાં બ્લડ પ્રેશરના સ્તરમાં સુધારો જોવા મળ્યો હતો. સરેરાશ, સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશરમાં અનુક્રમે 24 mmHg અને 15 mmHg ઘટાડો થયો છે.
- ડાયાબિટીસ: લગભગ 8,000 લોકોના નાના જૂથમાં, 21 મહિનામાં 40% લોકોએ તેમનું HbA1C સ્તર ઘટાડ્યું હતું. શરૂઆતમાં જેમનામાં ડાયાબિટીસનું નિદાન થયું હોય તેવા લોકોમાંથી, 60% વ્યક્તિએ સરેરાશ 1.45 mmol/mol સાથે તેમનું HbA1C ઘટાડ્યું હતું.