અમદાવાદ: વીઇ કમર્શિયલ વ્હીકલ્સ લિમિટેડના બિઝનેસ યુનિટ આયશર ટ્રક્સ એન્ડ બસએ ગુજરાતમાં તેની ઉપસ્થિતિનું વિસ્તરણ કરતાં સિટી સેન્ટરથી માત્ર 20 કિમી દૂર વ્યૂહાત્મક સ્થળે તેની નવી 35મી ડીલરશીપ એપ્કો મોટર્સ પ્રાઇવેટ લિમિટેડનું ઉદઘાટન કરીને અમદાવાદમાં તેની ઉપસ્થિતિને મજબૂત કરી છે. આ અદ્યતન સુવિધા અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આયશર ટ્રક અને બસ ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સજ્જ છે. અમદાવાદ અને ઉદેપુરને જોડતો મહત્વપૂર્ણ નેશનલ હાઇવે 48 ઉપર સ્થિત આ ડીલરશીપ સ્થાનિક ગ્રાહકો અને ટ્રાન્ઝિક વ્હીકલ્સ બંન્નેને સરળ સુવિધા પૂરી પાડે છે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીઆઇડીસી)ની નજીક હોવાથી તે ટેક્સટાઇલ, વૂડ પ્રોડક્ટ્સ, ખનિજ-આધારિત ઇન્ડસ્ટ્રીઝ અને એન્જિનિયરીંગ સાથે સંકળાયેલી સ્થાનિક જનતા માટે તેની અપીલ વધારે છે.
50,000 ચોરસફૂટના વિશાળ ડિસ્પ્લે વિસ્તાર સાથે એપ્કો મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ ગ્રાહકોને સેવાઓની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે. આ મલ્ટી-બે ડીલરશીપ નિયમિત સર્વિસ, ઇમર્જન્સી રિપેર અને એક્સિડન્ટ રિપેર સહિત વ્હીકલ સર્વિસિંગની જરૂરિયાતોનું સંચાલન કરવા માટે સજ્જ છે તથા ડીલરશીપ ગ્રાહકો માટે સહજ અનુભવ સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત સુવિધામાં સેલ્સ ઓફિસ, ડિસ્પ્લે એરિયા, સમર્પિત સ્પેર પાર્ટ્સ સેક્શન, યુટિલિટી રૂમ, ડ્રાઇવર સુવિધા, વ્હીલ એલાઇનમેન્ટ સેક્શન અને એક વિશેષ ટ્રેનિંગ રૂમ પણ છે.
અમદાવાદમાં આયશરના વિસ્તરણ અંગે પ્રતિક્રિયા આપતાં વીઇસીવીના એમડી અને સીઇઓ વિનોદ અગ્રવાલે જણાવ્યું હતું કે, આયશર ખાતે અમારા ગ્રાહકો પ્રત્યેની અતૂટ કટીબદ્ધતા અમારા દેશવ્યાપી વિસ્તરણના પ્રયાસોમાં સ્પષ્ટરૂપે જોવા મળે છે. અમારું લક્ષ્ય ગ્રાહક સંતુષ્ટિને પ્રાથમિકતા આપવાનું તથા અમારા વ્હીકલ અપટાઇમ સોલ્યુશન દ્વારા તેમની ઉત્પાદકતા અને નફાકારકતામાં વધારો કરવાનું છે. હું નવી ડીલરશીપના ઉદઘાટન બદલ એપ્કો મોટર્સની સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવું છું. અમદાવાદમાં નવી ડીલરશીપ ઉપરાંત એપ્કો મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતમાં બીજી સાત બ્રાન્ચનું સંચાલન કરે છે, જેમાં નારોલ, અસલાલી, સનાથલ, મહેસાણા, હિંમતનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ અને ભાવનગરમાં સેટઅપ સામેલ છે. દરેક સુવિધા આયશર ટ્રક અને બસના ગ્રાહકોને બેસ્ટ-ઇન-ક્લાસ સર્વિસ એક્સપિરિયન્સ ડિલિવર કરવા કટીબદ્ધ છે.
વીઇસીવીનું બિઝનેસ યુનિટ આયશર ટ્રક્સ એન્ બસ 4.9-55 ટન GVW ટ્રક અને 12-72-સીટર બસોમાં પ્રોડક્ટની વિશાળ શ્રેણી ઓફર કરે છે. આ પ્રોડક્ટ્સનું નિર્માણ આયશરના સૌથી ઇનોવેટિવ બીએસ 7 સોલ્યુશન – EUTECH6ઉપર કરાય છે, જે સૌથી વિશ્વસનીય એન્જિન ટેક્નોલોજી અને બેસ્ટ-ઇન-ક્લા ઇંધણ કાર્યક્ષમતા ઓફર કરે છે. આયશર તેના અદ્યતન ટેલીમેટિક્સ સોલ્યુશન – માય આયશર, ઇન્ડસ્ટ્રી-ફર્સ્ટ 5.5 T GVW ઇલેક્ટ્રિક ટ્રસ, આયશર પ્રો 2055 ઇવી સાથે સૌથી પહેલા વ્હીકલની 100 ટકા કનેક્ટેડ શ્રેણી રજૂ કરવા ઉપર ગર્વ કરે છે. આ પ્રોડક્ટ્સઇન્ડસ્ટ્રી-ફર્સ્ટ આયશર અપટાઇમ સેન્ટર દ્વારા સક્ષમ છેતથા સેગમેન્ટ-વિશિષ્ટ લાભો જેમ કે ઇ-કોમર્સમાં ઉત્તમ લોજિસ્ટિકલ કાર્યક્ષમતા,બાંધકામ અને ખાણકામમાં શ્રેષ્ઠ અપટાઇમ તેમજ બસોમાં મુસાફરોની સલામતી તેમાં સામેલ છે.