- આઇએસીએસટી મેડિકલ, એન્જિનિયરીંગ અને ફાઉન્ડેશન અભ્યાસક્રમો માટે 90 ટકા સુધી શિષ્યવૃત્તિ પ્રદાન કરે છે, જેથી તાત્કાલિક પ્રવેશ અને શિષ્યવૃત્તિ મૂલ્યાંકન સંભવ બને છે
- શહીદોના બાળકો માટે 100 ટકા ટ્યુશન ફી માફ
- રક્ષા કર્મચારીઓ, સુરક્ષા એજન્સીઓ અને આતંકવાદથી પ્રભાવિત વ્યક્તિઓના બાળકો માટે આઇએસીએસટીમાં વધુ 10 ટકા શિષ્યવૃત્તિ
- વર્ષ 2014થી અત્યાર સુધીમાં 75,000થી વધુ વિદ્યાર્થીઓને લાભ થયો
અમદાવાદ : ટેસ્ટ પ્રિપેરેટરી સર્વિસિસમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રણી આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ (AESL)એ એપ્રિલ 2024માં શરૂ થતા તેના નવા સત્રના પ્રારંભ પહેલાં વિદ્યાર્થીઓને ડોક્ટર અને એન્જિનિયર બનવાનાના સપનાને સાકાર કરવામાં સક્ષમ કરવા માટે અલગ-અલગ શિષ્યવૃત્તિની જાહેરાત કરી છે. પ્રથમ શિષ્યવૃત્તિ ઇન્સ્ટન્ટ એડમીશન કમ સ્કોલર્શિપ ટેસ્ટ (IACST) છે, જે મેડિકલ, એન્જિનિયરીંગ અને ફાઉન્ડેશન કોર્સિસમાં પ્રવેશ માટે 90 ટકા સુધી શિષ્ટવૃત્તિ પ્રદાન કરે છે. આ ઉપરાંત આકાશ શહીદોના બાળકો, સુરક્ષાકર્મીઓ અને આતંકવાર પ્રભાવિત વ્યક્તિઓને વિશેષ છૂટ પ્રદાન કરશે.
આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડના ચીફ બિઝનેસ ઓફિસર અનૂપ અગ્રવાલે જણાવ્યું હતું કે, અમે સમગ્ર ભારતમાં વિદ્યાર્થીઓ માટે સુલભ અને પ્રભાવશાળી શૈક્ષણિક તકો પ્રદાન કરવા માટે કટીબદ્ધ છીએ. આઇએસીએસટી અને અમારા શિષ્યવૃત્તિ કાર્યક્રમો જેવી પહેલના માધ્યમથી અમારું લક્ષ્ય યોગ્ય વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક ઉપલબ્ધિ હાંસલ કરવા સશક્ત બનાવવાનો છે. અમે આપણા બહાદુર સશસ્ત્રબળ કર્મચારીઓના બાળકોના શિક્ષણને સમર્થન આપવાની અમારી પરંપરાને જાળવી રાખવા ઉપર ગર્વ કરીએ છીએ તથા અમે શિક્ષણમાં ઉત્કૃષ્ટતા અને સમાવેશકતાને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છીએ. ઇન્સ્ટન્ટ એડમીશન કમ સ્કોલર્શિપ ટેસ્ટ (IACST) વિદ્યાર્થીઓને તાત્કાલિક શિષ્યવૃત્તિ તથા તત્કાલ પ્રવેશની તક પ્રદાન કરે છે. વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપી શકે છે અને તેમણે મેળવેલી શિષ્યવૃત્તિને તુરંત જ મેળવી શકે છે, જેથી તેઓ આકાશ ફેકલ્ટીના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક પ્રવેશ સુરક્ષિત કરી શકશે. 60 મીનીટ ચાલનાર ઓનલાઇન આઇએસીએસટી નિર્ધારિત પરીક્ષાના દિવસોમાં સવારે 10થી રાત્રે 8 વાગ્યા વચ્ચે આપી શકાય છે.
ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓ માટે આઇએસીએસટી મેડિસીન અથવા એન્જિનિયરીંગમાં કારકિર્દી માટે પોતાની ક્ષમતા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. આઇએસીએસટીના માધ્યમથી પ્રદાન કરાતી શિષ્યવૃત્તિ મેડિકલ, એન્જિનિયરીંગ અને ફાઉન્ડેશન ક્લાસરૂમ કોર્સમાં પ્રવેશ માટે લાગુ પડે છે. આઇએસીએસટી આકાશ કમ્પ્યુટર-આધારિત ટેસ્ટ (સીબીટી) પ્લેટફોર્મની સાથે-સાથે આકાશ વેબસાઇટ અને એન્ડ્રોઇડ અને એપલ બંન્ને પ્લેટફોર્મ માટે સમર્પિત મોબાઇલ એપ્લીકેશનના માધ્યમથી આયોજિત કરાય છે. શિષ્યવૃત્તિ ઉપરાંત એઇએસએલ સંરક્ષણદળોના કર્મચારીઓના બાળકોના શિક્ષણને સમર્થન કરીને સામાજિક જવાબદારીઓ માટે પ્રતિબદ્ધ છે. આકાશ શહીદોના બાળકોની ટ્યુશન ફીમાં 100 ટકા સુધી છૂટ પ્રદાન કરશે. આ પ્રકારે સંરક્ષણદળના કર્મચારીઓ અને આતંકવાદ પ્રભાવિત વ્યક્તિઓના બાળકોને તેમના આઇએસીએસટી સ્કોલ ઉપરાંત 10 ટકા વધારાની છૂટ અપાશે.