ગાંધીનગર: ઇન્ડિયન ગેમિંગ ઇન્ડસ્ટ્રી માટે એક મહત્વપૂર્ણ ડેવલોપમેન્ટમાં લીડિંગ સાઉથ કોરિયન વિડિયો ગેમ ડેવલપરે ગુજરાત સરકાર અને ટ્રાન્સસ્ટેડિયા ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ સાથે વ્યૂહાત્મક સમજૂતી કરાર (એમઓયુ)ની જાહેરાત કરી છે. આ સહયોગ ગુજરાતમાં ટેક્નોલોજી, ગેમિંગ અને ઇસ્પોર્ટ્સ ઇકોસિસ્ટમને પ્રોત્સાહિત કરવા માટે તૈયાર છે, જે ભારતના સમગ્ર ગેમિંગ અને ટેક્નોલોજી વાતાવરણને વિકસાવવા માટે ક્રાફ્ટનના સમર્પિત પ્રયાસોને આગળ વધારશે. વાઇબ્રન્ટ રાજ્ય ગુજરાત તેના ઝડપી આર્થિક વિકાસ અને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) માટે મેગ્નેટ તરીકે તેમજ સતત વિકાસ માટે જાણીતું છે. હવે ઇસ્પોર્ટ્સ અને ગેમિંગ ઇન્ડસ્ટ્રી માટે મુખ્ય હબ બનવા માટે પણ તૈયાર છે. ટેક્નોલોજીકલ ઈનોવેશન અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રત્યે રાજ્યની પ્રતિબદ્ધતા તેને સ્થાનિક અને નેશનલ ગેમિંગ દ્રશ્યોને નવી ઊંચાઈઓ પર લઈ જવાનું લક્ષ્ય રાખનાર ક્રાફ્ટનને આદર્શ ભાગીદાર બનાવે છે.
આ અંગે વાત કરતા ક્રાફ્ટન ઇન્ડિયાના સીઇઓ સીન હ્યૂનિલ સોહને કહ્યું કે,“અમને ગુજરાત સરકાર સાથેની પોતાની ભાગીદારીની જાહેરાત કરતાં ખૂબ જ ગર્વ મહેસૂસ થઇ રહ્યો છે. આ સહયોગ ભારતમાં રમતના વિકાસ અને ઇસ્પોર્ટ્સ માટે મહત્વપૂર્ણ પ્રગતિનું પ્રતિનિધિત્વ કરે છે. ગુજરાતના વાઇબ્રન્ટ ગ્રોથ એન્વાયર્નમેન્ટ અને ગેમ ડેવલપમેન્ટ અને ઇસ્પોર્ટ્સમાં અમારી કુશળતાને સંયોજિત કરીને અમે ટેલેન્ટ ડેવલોપમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ વૃદ્ધિ અને સામુદાયિક જોડાણ માટે ઘણી બધી તકો ઊભી કરવા માટે તૈયાર છીએ. અમે નિશ્ચિતપણે માનીએ છીએ કે આ સહયોગ એક સકારાત્મક અસર કરશે, નવીનતાને પ્રોત્સાહન આપશે તેમજ ગેમર્સ અને ડેવલપર્સની નવી પેઢીને પ્રેરણા આપશે. આ અવસરે ગુજરાત સરકારના ગૃહ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી હર્ષભાઇ સંધવીએ ગુજરાત સરકારે ડિજીટલ અને આર્થિક વિકાસ માટે રાજ્યના વિઝન સાથે તાલમેલ પર ભાર મૂકતા આ ભાગીદારી માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, ગુજરાત સરકારને ક્રાફ્ટનની સાથે આ સહયોગથી ફાયદો થશે કારણ કે ગુજરાતને ઇસ્પોર્ટ્સ માટે સ્વદેશી અને ઇન્ટરેક્ટિવ હબમાં પરિવર્તિત કરવાના અમારા પ્રયાસોને ઉત્પ્રેરિત કરશે. અમે આ ભાગીદારીથી અમારા યુવાનો અને ઇસ્પોર્ટ્સ ગેમિંગ કોમ્યુનિટી પર સકારાત્મક અસરની આશા રાખીએ છીએ.”
કાફ્રટન એ વર્ષ ૨૦૨૧ પહેલા જ ઇન્ડિયન સ્ટાર્ટઅપ્સમાં ૧૬૦ મિલિયન અમેરિકી ડોલરનું રોકાણ કર્યું છે અને આગામી ૨-૩ વર્ષમાં વધારાના ૧૫૦ મિલિયન અમેરિકી ડોલરના રોકાણ કરવાની યોજના છે. આ પ્રતિબદ્ધતાને અનુરૂપ કાફ્રટને તાજેતરમાં ક્રાફ્ટન ઇન્ડિયા ગેમિંગ ઇન્ક્યુબેટર પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. આ હોનહાર ડેવલપર્સને ફંડિગ, મેન્ટરશિપ અને માર્ગદર્શન અને આવશ્યક સંસાધનો પ્રદાન કરીને ઇન્ડિયામાં ગેમ ડેવલોપમેન્ટ ટેલેન્ટ માટે ડિઝાઇન કરવામાં આવેલી એક પહેલ છે. તાજેતરમાં જ ક્રાફ્ટન ઈન્ડિયાએ અમદાવાદમાં બીએમપીએસ ૨૦૨૩ (બેટલગાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા પ્રો સીરિઝ)ની મેજબાની પણ કરી હતી, જે સતત વધતા ગેમિંગ ઈકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે ક્રાફ્ટન અને અમદાવાદ શહેરનો એક સહયોગી પ્રયાસ છે. આ એમઓયુ પર હસ્તાક્ષર થવાથી ગુજરાત અને ભારતમાં મોટાપાયે ગેમિંગ અને ઇસ્પોર્ટ્સનું ભવિષ્ય પહેલા કરતા વધુ ઉજ્જવળ છે. આ સહયોગ નવી તકોનું સર્જન કરશે, ટેલેન્ટને આગળ લાવશે અને ગ્લોબલ ગેમિંગ કોમ્યુનિટી માટે ગુજરાતને મહત્વૂપૂર્ણ સ્થળ તરીકે સ્થાપિત કરશે એવી આશા છે.